પટણા: બિહારના ડે.સીએમ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ પટણાની સીજેએમ કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડતી અરજી દાખલ કરી છે. સુશીલ મોદીએ આ અગાઉ એક ટ્વિટમાં કહ્યું હતું કે, 'મોદી ઉપનામના તમામ લોકોને ચોર કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડીશ'.
સુશીલ મોદીએ કોર્ટ પાસે આ મામલે રાહુલ ગાંધી માટે ઓછામાં ઓછી બે વર્ષની સજાની માગણી કરી છે. આ સાથે જ કોર્ટને આગ્રહ કર્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષને પટણા કોર્ટમાં હાજર થવાના આદેશ આપવામાં આવે.
લોકસભા ચૂંટણી 2019: શરૂઆતના 2 કલાકમાં બિહારની 5 સીટો માટે બમ્પર વોટિંગ, આંકડો જાણીને ચોંકશો
લોકસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. આરોપ-પ્રત્યારોપનો દોર પર ચાલુ છે. ચૂંટણીમાં નેતાઓના વાણીવિલાસ પણ ભરપૂર જોવા મળી રહ્યાં છે. રાફેલ મુદ્દે મોદી સરકારને ઘેરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે તો તેનાથી પણ એક ડગલું આગળ વધી ગયાં. પહેલા તો તેઓ પોતાની રેલીઓમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવડાવતા હતાં. પરંતુ હવે તો તેમણે 'મોદી' શબ્દ ઉપર જ પ્રહાર કર્યો.
જુઓ LIVE TV
હાલમાં જ રાહુલ ગાંધીએ એક જનસભામાં નીરવ મોદી અને લલિત મોદીના બહાને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે 'મોદી' ટાઈટલવાળી દરેક વ્યક્તિ ચોર છે. પોતાની એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મર્યાદામાં રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત સુશીલ મોદીએ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીના આ નિવેદનથી જેમના નામ મોદી છે તેવા કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે