નવી દિલ્હી : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોળી પર્વની પુર્વ સંધ્યાએ બે હિંદુ કિશોરીઓનું અપહરણ કરીને તેને બળપુર્વક ઇસ્લામ સ્વિકાર કરવાનાં સમાચારો મુદ્દે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનનાં માહિતી મંત્રી ફવાદ ચોધરી વચ્ચે નિવેદનબાજી ચાલુ થઇ ગઇ છે. સ્વરાજે આ ઘટના અંગે મીડિયા રિપોર્ટ એટેચ કરતા ટ્વીટ કર્યું કે તેમણે પાકિસ્તાનમાં ભારતીય હાઇકમાન્ડ અજય બિસારિયાએ આ મુદ્દે રિપોર્ટ મોકલવા માટે જણાવાયું છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન આ મુદ્દે તપાસ અંગેના નિર્દેશ બહાર પાડી ચુક્યા છે.
સ્વરાજે ટ્વીટનો ઉત્તર આપતા ચૌધરીને કહ્યું કે, મૈમ, આ પાકિસ્તાનનો આંતરિક મુદ્દો છે અને લોકોને વિશ્વાસ છે કે આ મોદીનું ભારત નથી જ્યાં લઘુમતી પર નિયંત્રણ રાખવામાં આવ્યું હોય. આ ઇમરાન ખાનનું પાકિસ્તાન છે જ્યાં અમારા ઝંડાનો કલર તરફી અમને બધાને એક સમાન પ્રેમ છે. હુંઆશા રાખુ છું કે જ્યારે ભારતીય લઘુમતીનાં અધિકારની વાત આવશે ત્યારે પણ આ તત્પરતાથી તમે કાર્યવાહી કરશો. જેના જવાબમાં સુષમાએ કહ્યું કે, તેમણે ઇસ્લામાબાદમાં ભારતીય હાઇકમાન્ડથી માત્ર એક રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે, તમારા ગભરાટ માટે આ પુરતું છે. આ માત્ર એવું જ દર્શાવે છે કે તમે અપરાધ બોધથી ગ્રસિત છો.
ઝારખંડમાં મહાગઠબંધનની ફોર્મ્યુલા જાહેર, કોંગ્રેસને ફાળે 7 સીટો આવી
આ ઘટના સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લામાં થઇ જ્યાં દબદબો ધરાવતા લોકોનાં એક ટોળાએ તહેવારનાં એક દિવસ પહેલા બે યુવતીઓનું કથિત રીતે અપહરણ કરી લીધું હતું. અપહરણ બાદ એક વીડિયો વાઇરલ થયો જેમાં દેખાઇ રહ્યું છે કે એક મૌલવી કથિત રીતે બે યુવતીઓનાં નિકાસ કરાવી રહ્યો છે. બીજા વીડિયોમાં કિશોરીઓ કહી રહી છે કે તેમણે પોતાની મરજીથી ઇસ્લામ કબુલ કર્યો છે. મીડિયા રિપોર્ટમાં કહેવાઇ રહ્યું છે કે હિંદુ સમુદાયનાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે