Home> India
Advertisement
Prev
Next

LIVE: ત્રિરંગામાં લપેટવામાં આવ્યો સુષમાજીનો પાર્થિવ દેહ, પતિ-દીકરીએ સેલ્યુટ કરી આપી વિદાય

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે એઈમ્સમાં નિધન થયું છે. મંગલવારે રાત્રે હૃદયરોગના હુમલા પછી અત્યંત નાજુક સ્થિતિમાં તેમણે રાત્રે 9.00 કલાકે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોનાં પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. હવે થોડા સમયમાં જ તેમનો નશ્વર દેહ અનંત સફરે લઈ જવાશે.

LIVE: ત્રિરંગામાં લપેટવામાં આવ્યો સુષમાજીનો પાર્થિવ દેહ, પતિ-દીકરીએ સેલ્યુટ કરી આપી વિદાય

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે એઈમ્સમાં નિધન થયું છે. મંગલવારે રાત્રે હૃદયરોગના હુમલા પછી અત્યંત નાજુક સ્થિતિમાં તેમણે રાત્રે 9.00 કલાકે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોનાં પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. હવે તેમના નશ્વર દેહને અંતિમ સફરે લઈ જવાઈ રહ્યો છે.

fallbacks

LIVE અંતિમ યાત્રા

3.30 : રાજનાથ સિંહ, પિયુષ ગોયલ, જે.પી. નડ્ડાએ કાંધ આપી હતી.

3.25: ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને અન્ય પક્ષના નેતાઓ તેમની અંતિમયાત્રામાં જોડાયા છે. 
3.20 : સુષમા સ્વરાજના નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે ભાજપ પ્રદેશ કાર્યાલયથી સ્મશાનગૃહ તરફ લઈ જવાઈ રહ્યો છે. 

 

તિબેટિનય ધર્મગુરૂ દલાઈ લામાએ પણ સુષમા સ્વરાજના નિધન પર શોખ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સુષમા સ્વરાજે પોતાના કામ માટે દુનિયામાં પ્રતિષ્ઠા મેળવી છે. તેમના નિધન પર તેમના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરે છે. 

MDH મસાલાના માલિક ધર્મપાલ ગુલાટી સુષમા સ્વરાજને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા ત્યારે અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી અશ્રુધારા અટકતી ન હતી. 

 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More