Home> India
Advertisement
Prev
Next

Mukesh Ambani ના ઘર Antilia પાસે ઊભેલી કારમાંથી વિસ્ફોટ મળી આવતા હડકંપ, સરકારે ક્રાઈમ બ્રાન્ચને સોંપી તપાસ

દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ઘર એન્ટિલિયા (Antilia) થી થોડે અંતરે એક સંદિગ્ધ સ્કોર્પિયો કાર મળ્યા બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. 

Mukesh Ambani ના ઘર Antilia પાસે ઊભેલી કારમાંથી વિસ્ફોટ મળી આવતા હડકંપ, સરકારે ક્રાઈમ બ્રાન્ચને સોંપી તપાસ

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ઘર એન્ટિલિયા (Antilia) થી થોડે અંતરે એક સંદિગ્ધ સ્કોર્પિયો કાર મળ્યા બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગુરુવારે સાંજે જ્યારે સ્કોર્પિયો કારની પાસે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહોંચી તો તેને ગાડીમાં 20 જિલેટીન સ્ટિક મળી હતી. આ હાઈ પ્રોફાઈલ કેસની ગંભીરતા જોતા મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Govt) તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ને સોંપી દીધી છે. 

fallbacks

એન્ટિલિયાથી 200 મીટરના અંતરે મળી વિસ્ફોટકો ભરેલી કાર
હાઈ સિક્યુરિટી ઝોનમાં આવેલા એન્ટિલિયા (Antilia) થી માત્ર 200 મીટરના અંતરે જિલેટીન વિસ્ફોટકોથી ભરેલી ગાડી મળી આવતા સુરક્ષા એજન્સીઓ ઉપર પણ સવાલ ઊભા થઈ ગયા છે. જિલેટીન સ્ટિક્સ મળ્યા બાદથી આ કેસમાં આતંકી એંગલની તપાસ કરવા માટે એટીએસની ટીમ પણ લાગી ગઈ છે. આ બધા વચ્ચે સંદિગ્ધ ગાડી મળી આવતા અને એન્ટિલિયા પર જોખમ જોતા મુંબઈ પોલીસ, સીઆરપીએફ અને મુકેશ અંબાણી (Mukesh Ambani) ની અંગત સુરક્ષા ખુબ વધારી દેવાઈ છે. 

સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે એટીએસ
મોડી રાતે એટીએસ (ATS)  અને ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)  વિજય સ્ટોર દુકાનમાં ફરીથી લેપટોપ અને પેનડ્રાઈવ સાથે ગઈ. આ જ દુકાનના સીસીટીવી કેમેરામાં જિલેટીન સ્ટીકવાળી સ્કોર્પિયો કાર જોવા મળી હતી. આ સ્ટોરના માલિક રાજેશ સિંહે જણાવ્યું કે ગુરુવારે સવારે જ્યારે તેઓ દુકાન ખોલવા ગયા હતા ત્યારે થોડીવાર બાદ તેમને તે સ્કોર્પિયો કાર સંદિગ્ધ લાગી. કારણ કે તે લોકલ એરિયાની લાગતી નહતી. તેના પર ખુબ ધૂળ જામેલી હતી. રાકેશ સિંહે એમ પણ જણાવ્યું કે જે સીસીટીવી ફૂટેજ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે લીધા તેમાં ઘણીવાર સુધી સ્કોર્પિયો ચલાવનારો વ્યક્તિ ગાડીમાંથી ઉતર્યો નહતો. એટીએસ હવે ફરીથી બુધવાર મોડી રાત એક વાગ્યાથી લઈને ગુરુવાર બપોરના 2 વાગ્યા સુધીના ફૂટેજ તપાસી રહી છે અને એ જાણવાની કોશિશ કરી રહી છે કે આરોપી ક્યારે અને ક્યાં નીકળ્યો. 

PICS: મોબાઈલ ફોન જો આ જગ્યા પર રાખવાની આદત હોય તો અત્યારે જ ચેતી જાઓ, થઈ શકે છે વિસ્ફોટ

કારનો નંબર શંકાસ્પદ
મળતી માહિતી મુજબ જે સંદિગ્ધ કાર મળી આવી તેનો નંબર મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ઘરમાં ઉપયોગમાં લેવાતી એક કારના નંબર સાથે મળતો આવે છે. આથી અંબાણીના સુરક્ષાકર્મીઓને શક ગયો અને તેમણે ગામદેવી પોલીસને જાણ કરી હતી. 

Bharat Bandh: આજે વેપારીઓનું ભારત બંધ, જાણો શું હશે ખુલ્લું અને શું રહેશે બંધ

હાઈ અલર્ટ પર મુંબઈ પોલીસ
આ બધા વચ્ચે મોડી રાતે મુંબઈના ગામદેવી પોલીસ  સ્ટેશનમાં આઈપીસી કલમ 286, 465, 473, 506(B) IPC અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ 1908 હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ ઘટના બાદ મુંબઈ પોલીસ હાઈ અલર્ટ પર છે. ઠેર ઠેર નાકાબંધી કરાઈ છે અને ગાડીઓની તપાસ થઈ રહી છે. ઘટના અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે જ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ અંગે તપાસ કરી રહી છે અને જલદી સચ્ચાઈ સામે આવી જશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More