Home> India
Advertisement
Prev
Next

શાહજહાંપુર: શારીરિક શોષણના આરોપી સ્વામી ચિન્મયાનંદની SITએ કરી ધરપકડ

શાહજહાંપુર કેસમાં પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરી લેવાઈ છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ચિન્મયાનંદની શાહજહાંપુરથી ધરપકડ  કરી છે.

શાહજહાંપુર: શારીરિક શોષણના આરોપી સ્વામી ચિન્મયાનંદની SITએ કરી ધરપકડ

નવી દિલ્હી: શાહજહાંપુર કેસમાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરી લેવાઈ છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ચિન્મયાનંદની શાહજહાંપુરથી ધરપકડ  કરી છે. હવે તેમને મેડિકલ માટે જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં છે. જિલ્લા હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં ફોર્સ તહેનાત છે. અત્રે જણાવવાનું કે સ્વામી ચિન્મયાનંદ પર વિદ્યાર્થીનીએ વારંવાર દુષ્કર્મ કરવાના અને તેને બ્લેકમેઈલ કરવાના આરોપ લગાવ્યાં હતાં. હતાશ પીડિત વિદ્યાર્થીનીએ ચિન્મયાનંદની ધરપકડ ન થાય તો આત્મહત્યાની ધમકી પણ આપી હતી. 

fallbacks

શારીરિક શોષણના આરોપી સ્વામી ચિન્મયાનંદની શાહજહાંપુર સ્થિત તેમના આશ્રમથી ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે SITની રચના કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સ્વામી ચિન્મયાનંદને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે. 

જુઓ LIVE TV

શું છે મામલો?
24 ઓગસ્ટની સાંજે એસએસ લો કોલેજની એક એલએલએમની વિદ્યાર્થીનીએ વીડિયો વાઈરલ કર્યો હતો. જેમાં તેણે સ્વામી ચિન્મયાનંદ પર ગંભીર આરોપ લગાવ્યાં હતાં. વિદ્યાર્થીએ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મદદ પણ માંગી હતી. 

અત્રે જણાવવાનું કે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ચિન્મયાનંદની તબિયત લથડ્યા બાદ તેમને શાહજહાંપુરની સરકારી હોસ્પિટલમાં બુધવારે દાખલ કરાયા હતાં. ચિન્મયાનંદ (73)ની તેમના મુમુક્ષુ આશ્રમમાં ડોક્ટરોની એક ટીમ સારવાર કરી રહી હતી. અહીં તેઓ 13 સપ્ટેમ્બરથી નજરકેદ હતાં. વિદ્યાર્થીનીએ બુધવારે એવો દાવો કર્યો હતો કે જો તેમની ધરપકડ નહીં થાય તો તેના જીવને જોખમ ઊભું થઈ શકે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More