Home> India
Advertisement
Prev
Next

શાહજહાંપુર કેસ: પીડિત વિદ્યાર્થીની ઉપર પણ ધરપકડની લટકી રહી છે તલવાર, જાણો શું છે મામલો 

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદની જેલમાં પહેલી રાત સાવ સામાન્ય કેદી તરીકે પસાર થઈ. તેમના પર લોની વિદ્યાર્થીનીએ લગાવેલા શારીરિક શોષણના આરોપમાં એસઆઈટીએ તેમની શુક્રવારે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં. 

શાહજહાંપુર કેસ: પીડિત વિદ્યાર્થીની ઉપર પણ ધરપકડની લટકી રહી છે તલવાર, જાણો શું છે મામલો 

શાહજહાંપુર: ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદની જેલમાં પહેલી રાત સાવ સામાન્ય કેદી તરીકે પસાર થઈ. તેમના પર લોની વિદ્યાર્થીનીએ લગાવેલા શારીરિક શોષણના આરોપમાં એસઆઈટીએ તેમની શુક્રવારે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં. 

fallbacks

અત્રે જણાવવાનું કે લો કોલેજની વિદ્યાર્થીનીએ ચિન્મયાનંદ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. પરંતુ આ જ પીડિત યુવતી અને તેના મિત્રો ઉપર સ્વામી ચિન્મયાનંદને બ્લેકમેઈલ કરવાનો પણ આરોપ છે. એસઆઈટી પાસે વિદ્યાર્થીની અને તેના મિત્રો દ્વારા બ્લેકમેઈલિંગના પુરાવા પણ છે. 

જુઓ LIVE TV

ચિન્મયાનંદ પાસે 5 કરોડ માંગનારામાં પીડિત યુવતીનું નામ પણ સામેલ છે. મળતી માહિતી મુજબ આરોપ લગાવતા પહેલા યુવતી તરફથી 5 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીની વિરુદ્ધ એસઆઈટી પાસે નક્કર પુરાવા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીનીના 3 મિત્રોને પણ શુક્રવારે જેલ મોકલી દેવાયા છે. હવે પીડિત વિદ્યાર્થીની ઉપર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. 

 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More