નવી દિલ્હીઃ સ્વપન દાસગુપ્તા ફરી રાજ્યસભા પહોંચી ગયા છે. સરકારી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ સ્વપન દાસગુપ્તાના રાજીનામાથી ખાલી થયેલી રાજ્યસભાની સીટ તેમની બાકી બચેલી અવધી 24.04.2022 સુધી ભરવા માટે સ્વપન દાસગુપ્તાને ફરી સહર્ષ નોમિનેટ કરે છે.
ભાજપની ટિકિટ પર સ્વપન દાસગુપ્તાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાથ અજમાવ્યો હતો. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ટિકિટ મળ્યા બાદ ટીએમસી સાંસદ મનોજ્ઞા મોઇત્રાએ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ તેમણે રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામુ આપ્યુ હતું.
આ પણ વાંચોઃ CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ, પીએમ મોદીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય
ભારતના ગેઝેટમાં જાહેર કરવામાં આવેલ જાહેરનામા પ્રમાણે, “ભારતના બંધારણના આર્ટિકલ 80ની કલમ (1) ની પેટા વિભાગ (એ) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ, આર્ટિકલની કલમ (3) મુજબ રાષ્ટ્રપતિ સ્વપન દાસગુપ્તાને ફરીથી નોમિનેટ કરે છે. આ બેઠક 24.04.2022 સુધી બાકીના કાર્યકાળના રાજીનામાના કારણે ખાલી પડી.
રાષ્ટ્રપતિ કેન્દ્રની પરામર્શ પર રાજ્યસભા માટે 12 સભ્યોને નોમિનેટ કરી શકે છે. આ લોકો સાહિત્ય, વિજ્ઞાન, રમત, કળા તથા સમાજ ક્ષેત્ર જેવા ક્ષેત્રોની મોટી હસ્તિઓ હોય છે. નોમિનેટ સભ્યોની બે સીટ ખાલી હતી. એક સીટ સ્વપન દાસ ગુપ્તાના રાજીનામાને કારણે ખાલી થઈ હતી. તો બીજી સીટ રઘુનાથ મહાપાત્રના કોવિડથી નિધન બાદ ખાલી થઈ હતી. સોમવારે જાણીતા વકીલ મહેશ જેઠમલાણીને રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે