આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે પોતાની સાથે ઘટેલી મારપીટની ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. બે પાનાની એફઆઈઆરમાં દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે 13મી મેના રોજ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર ઘટેલી ઘટનાનું વિસ્તૃત વિવરણ આપ્યું છે. તેમણે એફઆઈઆરમાં સીએમના ઘરે જવાથી લઈને ત્યાં મારપીટ બાદ પોલીસ સ્ટેશન જવા અને ત્યાંથી પછી પોતાના ઘરે પાછા ફરવા સુધીની ઘટના જણાવી છે. સ્વાતિ માલીવાલે શુક્રવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સામે પણ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. તીસ હજારી કોર્ટના એમએમ કાત્યાયની શર્મા કદવાલ સામે માલીવાલે આખી ઘટના દોહરાવી.
FIR માં ગંભીર આરોપ
સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને જે ફરિયાદ કરી છે તેમાં ખુબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે બિભવકુમારે કોઈ પણ ઉશ્કેરણી વગર તેમના પર હુમલો કર્યો અને ખરાબ રીતે મારપીટ કરી. સ્વાતિએ એટલે સુધી કહ્યું છે કે બિભવે શરીરના અનેક ભાગો પર હુમલો કર્યો. તે દુખાવાથી કણસતી રહી પરંતુ તેને દયા ન આવી.
સ્વાતિએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તે 13મી મેના રોજ સીએમ આવાસ પર ગઈ હતી. બિભવકુમાર સાથે મુલાકાત ન થઈ શકવાના કારણે તે સીએમના ઘરે ગઈ અને તેમની મુલાકાતની રાહ જોતા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. સ્વાતિના જણાવ્યાં મુજબ સીએમ તેમને મળવાના હતા પરંતુ અચાનક ત્યારે જ કેજરીવાલના અંગત સચિવ બિભવકુમાર રૂમમાં ઘૂસી ગયા. તેમણે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર બૂમો પાડવાનું શરૂ કરી દીધુ અને ગાળો પણ આપી. તેમણે કહ્યું કે તું કેમ અમારી વાત નહીં માને? કેમ નહીં માને?....તારી ઓકાત શું છે કે અમને ન કરવા દે.
સ્વાતિનું કહેવું છે કે આ પહેલા કે હું કઈ પણ સમજી શકું બિભવે હુમલો કરી દીધો. સ્વાતિએ લખ્યું કે તેમણે મને થપ્પડ મારવાનું શરૂ કરી દીધુ. મને ઓછામાં ઓછા 7-8 વખત થપ્પડ માર્યા. હું સતત બૂમો પાડી રહી હતી. હું બિલકુલ આઘાતમાં હતી અને વારંવાર મદદ માટે બૂમો પાડી રહી હતી. પોતાને બચાવવા માટે મે તેને મારા પગથી દૂર ભગાડ્યો. તે સમયે તે મારા પર તૂટી પડ્યા અને મને નિર્દયતાથી ઢસડી. સ્વાતિએ એટલે સુધી કહ્યું કે તેમના શર્ટના બટન સુદ્ધા ખુલી ગયા હતા, આમ છતાં બિભવ અટક્યા નહીં. એફઆઈઆર મુજબ સ્વાતિએ કહ્યું કે આરોપીએ તેને છાતી, પેટ અને પેલ્વિસ એરિયામાં લાત મારી.
સ્વાતિએ કહ્યું કે હું સતત મદદ માટે બૂમો પાડતી રહી. હું દર્દથી ખુબ કણસતી હતી અને મારું શર્ટ ઉપર આવી રહ્યું હતું પરંતુ આમ છતાં તે મારા પર હુમલો કરતો રહ્યો. હું વારંવાર કહેતી રહી કે મારા પીરિયડ્સ ચાલી રહ્યા છે અને મને છોડી દો. હું દુખાવામાં છું. તેણે વારંવાર પૂરી તાકાતથી મારા પર હુમલો કર્યો. હું કોઈને કોઈ રીતે છૂટવામાં સફળ રહી. ત્યારબાદ હું ડ્રોઈંગ રૂમના સોફા પર બેસી ગઈ અને જમીનથી મારા ચશ્મા ઉઠાવ્યા. હું આ હુમલાથી ભારે આઘાતમાં હતી. મે 112 નંબર પર કોલ કરીને ઘટનાની સૂચના આપી. માલીવાલે કહ્યું કે બાદમાં પણ બિભવે તેમને ધમકી આપી અને કહ્યું કે તુ મારું કશું બગાડી શકશે નહીં.
સ્વાતિએ કહ્યું કે તેઓ પોલીસ સ્ટેશન સુધી ગયા પરંતુ ખુબ જ કણસતા હોવાના કારણે ઘરે પાછા જતા રહ્યા. આ ઘટનાને પોતાના જીવનનો સૌથી કઠિન સમય ગણાવતા સ્વાતિએ કહ્યું કે મારા માટે તે ખુબ જ દર્દનાક છે. તે મારા જીવનનો સૌથી કપરો સમય છે. દર્દ, આઘાતે દિમાગને સુન્ન કરી દીધા છે. હુમલા બાદથી મારા માથા અને ગળામાં સતત દુખાવો થઈ રહ્યો છે. મારા હાથ ખુબ દુખે છે અને પેટમાં પણ દુખાવો થાય છે. મને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. મને એક એવી વ્યક્તિ દ્વારા નિર્દયતાથી પીટવામાં આવી જેને લાંબા સમયથી જાણું છું. હું આ સમગ્ર ઘટનાથી ખુબ પરેશાન છું અને મને એ વાતનું દુખ છે કે કોઈ આવો ગુંડા જેવો વ્યવહાર કરી શકે. હું તૂટી ગઈ છું. મને મારી જાતને સંભાળવા અને લેખિત ફરિયાદના માધ્યમથી મામલાને નોંધાવવામાં 3 દિવસ લાગી ગયા. હું તમને અપીલ કરું છું કે કૃપા કરીને આ મામલામાં કડકમાં કડક કાર્યવાહી કરો.
ટ્વિટ પણ કરી
આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના ઘરે થયેલા હુમલા અંગે સીસીટીવી ફૂટેજની પણ માંગણી કરી છે. માલીવાલે કહ્યું કે એક દિવસ સત્ય સામે આવશે. તેમણે કોઈનું નામ લીધા વગર કહ્યું કે તે પોતાને બચાવવાની કોશિશમાં લાગ્યો છે. પરંતુ એક દિવસ બધાની સચ્ચાઈ દુનિયા સામે આવી જશે.
हर बार की तरह इस बार भी इस राजनीतिक हिटमैन ने ख़ुद को बचाने की कोशिशें शुरू कर दी हैं।
अपने लोगों से ट्वीट्स करवाके, आधि बिना संदर्भ की वीडियो चलाके इसे लगता है ये इस अपराध को अंजाम देके ख़ुद को बचा लेगा। कोई किसी को पीटते हुए वीडियो बनाता है भला? घर के अंदर की और कमरे की CCTV…
— Swati Maliwal (@SwatiJaiHind) May 17, 2024
સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, દર વખતની જેમ આ વખતે પણ આ રાજનીતિક હિટમેનેટ પોતાને બચાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. પોતાના લોકો પાસે ટ્વીટ કરાવીને, અડધા પડધા કોઈ પણ સંદર્ભ વગરના વીડિયો ચલાવીને, તેને લાગે છે કે તે આ અપરાધને અંજામ આપીને પોતાને બચાવી લેશે. કોઈ કોઈને મારતી વખતે વીડિયો બનાવે ખરા? ઘરની અંદરના અને રૂમના સીસીટીવી ફૂટેજનીત પાસ થતા જ સત્ય બધાની સામે આવી જશે. જે હદ સુધી જઈ શકે જા, ભગવાન બધુ જુએ છે. એકના એક દિવસે બધાની સચ્ચાઈ દુનિયા સામે આવી જશે. તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે આખરે આ હિટમેન કોણ છે.
અત્રે જણાવવાનું કે સ્વાતિ માલીવાલની આ પ્રતિક્રિયા એવા સમયે સામે આવી જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા સોફા પર બેઠી છે અને તેની આજુબાજુ કેટલાક ગાર્ડ છે. તેમના વચ્ચે દલીલો થઈ રહી છે. દાવો થઈ રહ્યો છે કે આ વીડિયો 13 મેનો છે અને કેજરીવાલના ઘરની અંદરનો છે. જો કે ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે