Home> India
Advertisement
Prev
Next

સાજિદ ખાનને 'બિગ બોસ'માંથી બહાર કરવા માટે પત્ર લખ્યા બાદ મળી રહી છે રેપની ધમકીઓ: સ્વાતિ માલિવાલ

દિલ્હી મહિલા આયોગના પ્રમુખ સ્વાતિ માલિવાલે અત્યંત ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. તેમણે આજે ટ્વીટ કરીને કહ્યું કે જ્યારથી તેમણે સાજિદ ખાનને બિગ બોસમાંથી બહાર કરવાની માંગણી કરતો પત્ર સરકારને લખ્યો છે ત્યારથી તેમને દુષ્કર્મની ધમકીઓ મળવા લાગી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

સાજિદ ખાનને 'બિગ બોસ'માંથી બહાર કરવા માટે પત્ર લખ્યા બાદ મળી રહી છે રેપની ધમકીઓ: સ્વાતિ માલિવાલ

DCW (Delhi Commission for Women) ચીફ સ્વાતિ માલિવાલે એક ટ્વીટ કરીને કહ્યું કે જ્યારથી સાજિદ ખાનને બિગ બોસમાંથી બહાર કરવા માટે આઈબી મંત્રીને પત્ર લખ્યો છે ત્યારથી મને ઈન્સ્ટાગ્રામ પર રેપની ધમકીઓ આપવામાં આવી રહી છે. સ્પષ્ટ છે કે તેઓ અમારું કામ રોકવા માંગે છે. દિલ્હી પોલીસને ફરિયાદ આપી રહી છું. FIR દાખલ કરીને તપાસ કરો. જે પણ લોકો તેની પાછળ છે તેમની ધરપકડ કરો. 

fallbacks

અત્રે જણાવવાનું કે હાલમાં જ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખીને ફિલ્મ નિર્માતા સાજિદ ખાનને રિયાલિટી શો બિગ બોસમાંથી બહાર કરવાની માંગણી કરી. સાજિદ ખાન પર 'મીટુ' આંદોલન દરમિયાન અનેક મહિલાઓએ શારીરિક ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા. અત્રે જણાવવાનું કે બિગ બોસની 16મી સીઝનનો પહેલો એપિસોડ એક ઓક્ટોબરના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ શોને સલમાન ખાન હોસ્ટ કરે છે. 

આ રસપ્રદ વીડિયો પણ જુઓ

માલિવાલે સોમવારે એક ટ્વીટ કરીને કહ્યું કે 'સાજિદ ખાન વિરુદ્ધ 10 મહિલાઓએ 'મીટુ' આંદોલન દરમિયાન યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. આ તમામ ફરિયાદો સાજિદ ખાનની ખરાબ માનસિકતા દર્શાવે છે. હવે આવા વ્યક્તિને બિગ બોસમાં જગ્યા આપવામાં આવી છે. જે સંપૂર્ણ રીતે ખોટું છે. મે અનુરાગ ઠાકુરને પત્ર લખ્યો છે કે સાજિદ ખાનને આ કાર્યક્રમમાંથી હટાવડાવો.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More