Home> India
Advertisement
Prev
Next

BJP નેતા તજિંદર સિંહ બગ્ગા વિરૂદ્ધ પંજાબ પોલીસની મોટી કાર્યવાહી, દિલ્હીથી કર્યા અરેસ્ટ

ફરિયાદમાં બગ્ગાની ટિપ્પણીઓનો ઉલ્લેખ છે, તેમાં 30 માર્ચના રોજ દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસની બહાર ભાજપ યુવા મોરચાના વિરોધ દરમિયાન કેજરીવાલના વિરૂદ્ધ કરવામાં આવેલી તેમની ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ છે.

BJP નેતા તજિંદર સિંહ બગ્ગા વિરૂદ્ધ પંજાબ પોલીસની મોટી કાર્યવાહી, દિલ્હીથી કર્યા અરેસ્ટ

Punjab Police Arrests BJP Leader Tajinder Singh Bagga: પંજાબ પોલીસે આજે (શુક્રવારે) ભાજપના નેતા તજિંદર સિંગ બગ્ગાની ધરપકડ કરી છે. પંજાબ પોલીસે બગ્ગાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસની આ કાર્યવાહી પર ભાજપના નેતાઓએ આપત્તિ વ્યક્ત કરી છે. 

fallbacks

બગ્ગા વિરૂદ્ધ એક એપ્રિલના રોજ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. તેના વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપવા, શત્રુતા વધારવા અને આપરાધિક ધમકીના આરોપને લઇને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે બગ્ગા ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદનને લઇને તેમના પર હુમલા કરી રહ્યા છે. 

કપિલ મિશ્રાએ ટ્વીટમાં દિલ્હીના દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવતાં લખ્યું 'પંજાબની પોલીસનો ઉપયોગ કરી કેજરીવાલ પર્સનલ નારાજગી, પર્સનલ ખુન્નસ કાઢી રહ્યા છે. આ પંજાબના જનાદેશનું અપમાન છે. તજિંદર બગ્ગા સાથે આજે આખો દેશ ઉભો છે. કેજરીવાલ એક સાચા સરદારથી ડરી ગયા છે.' 

ભાજપના નેતા કપિલ મિશ્રાએ અન્ય એક ટ્વીટ કર્યું 'તજિંદર બગ્ગાને પંજાબ પોલીસના 50 જવાન ઘરેથી ધરપકડ કરીને લઇ ગયા. તજિંદર બગ્ગા એક સરદાર છે તેને આવી હરકતોથી ડરાવી ન શકાય. ના તો નબળો પાડી શકાય. એક સાચા સરદારથી આટલો ડર કેમ?  

ફરિયાદમાં બગ્ગાની ટિપ્પણીઓનો ઉલ્લેખ છે, તેમાં 30 માર્ચના રોજ દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસની બહાર ભાજપ યુવા મોરચાના વિરોધ દરમિયાન કેજરીવાલના વિરૂદ્ધ કરવામાં આવેલી તેમની ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ છે. ભાજપના યુવા મોરચાના નેતાએ દાવો કર્યો હતો કે પંજાબ પોલીસની એક ટીમ તેમની ધરપકડ કરવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તેમના વિરૂદ્ધ કોઇ પ્રાથમિક જાણકારી ન હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More