Home> India
Advertisement
Prev
Next

પંજાબમાં સ્કૂલોની મનમાની પર લાગી બ્રેક, ભગવંત માને લીધો મોટો નિર્ણય

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે શિક્ષણ પર બે મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે સ્કૂલ મનમાની રીતે ફીમાં વધારો કરી શકશે નહીં. 

પંજાબમાં સ્કૂલોની મનમાની પર લાગી બ્રેક, ભગવંત માને લીધો મોટો નિર્ણય

ચંદીગઢઃ પંજાબની ભગવંત માન સરકારે આજે મોટી જાહેરાત કરતા શિક્ષણને લઈને બે મોટા નિર્ણય લીધા છે. પ્રથમ રાજ્યની ખાનગી સ્કૂલ એડમિશન ફીમાં વધારો કરશે નહીં. બીજો વાલીઓને સ્કૂલ ડ્રેસ અને પુસ્તકો માટે કોઈ ખાસ દુકાનમાં મોકલશે નહીં. 

fallbacks

બુધવારે મોટી જાહેરાત કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે શિક્ષણનો અધિકાર દરેક માટે બરાબર છે. તેમણે કહ્યું, તે પણ એક અધ્યાપકના પુત્ર છે, તેથી શિક્ષણને લઈને બે મોટા નિર્ણય લીધા છે. પ્રથમ રાજ્યમાં ખાનગી સ્કૂલ પોતાની એડમિશન ફી વધારશે નહીં. 

પોતાના બીજા નિર્ણયમાં માને કહ્યુ- કોઈપણ ખાનગી સ્કૂલ વાલીઓને કોઈ ખાસ દુકાન પર જઈને યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવા માટે કહેશે નહીં. સ્કૂલ તે વિસ્તારની તમામ દુકાનો પર પોતાના પુસ્તક અને યુનિફોર્મ ઉપલબ્ધ કરાવશે. વાલીઓ પોતાની પસંદની કોઈપણ દુકાનોમાંથી તેની ખરીદી કરી શકશે. 

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલની હત્યા કરવા ઈચ્છે છે ભાજપ, સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ  

ચૂંટણીમાં શિક્ષણ હતો મહત્વનો મુદ્દો
મહત્વનું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની મોટી જીતની પાછળ શિક્ષણ મહત્વનો મુદ્દો રહ્યો છે. ચૂંટણી દરમિયાન કેજરીવાલ અને સીએમ ભગવંત માને રાજ્યની સરકારી શાળામાં સુધારનું વચન આપ્યું હતું. આ સિવાય સારુ શિક્ષણ અપાવવાની વાત કહી હતી. 

મુખ્યમંત્રી બન્યા બાદ લીધા અનેક મહત્વના નિર્ણય
ભવગંત માન આ પહેલા 25 હજાર સરકારી નોકરી અને 35 હજાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત કરી ચુક્યા છે. આ સિવાય ભ્રષ્ટાચાર રોકવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો. તો લાભાર્થીઓને રાશનની ડોરસ્ટેપ ડિલીવરી કરવાની જાહેરાત પણ મુખ્યમંત્રી માને કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More