દહેરાદૂન: દેહરાદૂનમાં શનિવારે ભારતીય સૈન્ય એકેડમી (Indian Military Academy)ની પાસિંગ આઉટ પરેડ આયોજિત કરવામાં આવી. સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે (Manoj Mukund Naravane)એ પરેડની સલામી લીધી. આ અવસર પર સેના પ્રમુખે લદ્દાખમાં ચાલી રહેલા સીમા વિવાદ પર કહ્યું કે ચીન સાથે વાતચીત ચાલુ છે. બંને દેશ આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલશે. નેપાળના મુદ્દે આર્મી ચીફએ કહ્યું કે નેપાળ સાથે અમારા સંબંધ મજબૂત છે.
સેના પ્રમુખ નરવણેએ કહ્યું કે ''હું આખા દેશને આશ્વસ્ત કરવા માંગુ છું કે લદ્દાખ સીમા પર સ્થિતિ નિયંત્રણમાં છે. ચીનની અમારી ઘણીવાર વાતચીત થઇ ચૂકી છે. તેના પરિણામસ્વરૂપ સેનાઓની વચ્ચે તણાવ ઘણી હદે ઓછો થઇ ગયો છે. અમને આશા છે કે આગળની વાતચીતનો ક્રમ ચાલુ રહેશે. ભારત અને ચીન વાતચીત દ્વારા તમામ મતભેદ ઉકેલી લેશે.''
નેપાળ મુદ્દે સેના પ્રમુખે કહ્યું કે 'આપણા નેપાળ સાથે સંબંધ ખૂબ મજબૂત છે. આપણા નેપાળ સાથે સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક સંબંધ છે. આપણે નેપાળ સાથે સંબંધ હંમેશા મજબૂત છે અને ભવિષ્યમાં મજબૂત રહેશે.'
આ પહેલાં સેના પ્રમુખે નવા જવાનોનું સેનામાં સ્વાગત કર્યું. તેમણે કેડેટ્સના પરિવારજનોને કહ્યું કે કાલ સુધી આ તમારા બાળકો હતા, આજથી અમારા બાળાકો છે. સેના પ્રમુખે સ્કોર્ડ ઓફ ઓનર (sword of honor) એવોર્ડૅ આકાશ ઢિલ્લોએ પ્રદાન કર્યો.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે