ચેન્નઇ: તમિલનાડુના થેની જિલ્લામાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે, જેમાં એક 32 વર્ષીય શ્રીલંકાથી પરત ફરેલા યુવકે શુક્રવારે બે ગલી દૂર રહેનાર એક વૃદ્ધ મહિલાને દાંત વડે બચકું ભરતાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસના અનુસાર શુક્રવારે તે મહિલાને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી, જ્યાં શનિવારે તેનું મોત નિપજ્યું છે.
થેની જિલ્લાના બોદિનાયક્કાનુરના એક પોલીસ અધિકારીએ કહ્યું કે ''મણિકંદન શ્રીલંકાથી પરત આવ્યો હતો. તે ઘરમાં ક્વોરંટાઇન રહેતો હતો. શુક્રવારે તે નગ્નવસ્થામં ઘરેથી ભાગી અને તેનાથી બે ગલી દૂર રહેનાર વૃદ્ધ મહિલાને ગળામાં દાંત વડે બચકું ભર્યું.
મણિકાનંદન પોતાના મૂળ નિવાસસ્થાન પર એક અઠવાડિયા જ પરત ફર્યો હતો અને ઘરમાં જ ક્વોરોન્ટાઇનમાં રહેતો હતો. પોલીસે કહ્યું કે મણિકંદનને સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અને કોરોના વાયરસ સંક્રમણ માટે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. ડોક્ટર તેની માનસિક સ્થિતિ પણ જોઇ રહ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે મણિકંદનના પરિવાર અને વૃદ્ધ મહિલા વચ્ચે પહેલાંથી જ દુશ્મની ન હતી. પોલીસે કેસ દાખલ કર્યો અને તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે