Tamilnadu Accident Video: તમિલનાડુના સાલેમમાં પૂરપાટ ઝડપે આવતી બે બસો વચ્ચે ભયંકર ટક્કર થઈ. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ અકસ્માતનો એક શોકિંગ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બસની અંદરનો છે. પૂરપાટ ઝડપે દોડતી બસ અચાનક બીજી બસ સાથે ટકરાઈ જાય છે. અકસ્માત સમયનો આ વીડિયો હચમચાવી નાખે તેવો છે.
રિપોર્ટ મુજબ અકસ્માત 17મી મેના રોજ મંગળવારે થયો હોવાનું કહેવાય છે. જે મુજબ 30 મુસાફરોને લઈને એક બસ ઈડાપ્પડીથી નીકળી હતી અને રસ્તામાં અન્ય એક ખાનગી બસ સાથે ટકરાઈ. અકસ્માતગ્રસ્ત બીજી બસ થિરુચેંગોડથી આવી રહી હતી અને તેમાં 55 વિદ્યાર્થીઓ સવાર હતા. જ્યારે બસ એડપ્પાડી-શંકરી હાઈવે પર કોઝીપનઈ બસ સ્ટોપ પાસે પહોંચી તો તે પરસ્પર ટકરાઈ ગઈ.
#WATCH | Tamil Nadu: Two private buses collided head-on with each other in Salem district; several reported to be injured. Further details awaited.
(Source Unverified) pic.twitter.com/8FAJ0KRizk
— ANI (@ANI) May 18, 2022
અકસ્માતનો વીડિયો થયો વાયરલ
સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા શેર કરાયેલા સીસીટીવી ફૂટેજ જોતા જાણવા મળે છે કે બસ જઈ રહી છે અને અચાનક બીજી બસ સાથે ટકરાય છે. ટક્કર થતાની સાથે જ બસ ચાલક તેની સીટ પરથી બીજી બાજુ ફેંકાઈ જાય છે. બસના આગળના ભાગને ટક્કરથી નુકસાન થયેલું દેખાય છે. વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. બસ ડ્રાઈવરને ખબર જ ન પડી કે સામે ગાડી ક્યારે આવી ગઈ. ભયંકર ટક્કર બાદ ડ્રાઈવરની હાલત ખરાબ થઈ ગઈ. તે હોશમાં હતો અને તેની પાછળ બેઠેલી મહિલા પડી ગઈ હતી. આ વીડિયો જોઈને તમારા રૂવાડાં ઊભા થઈ જશે.
Heatwave: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આજકાલ કેમ અસહ્ય ગરમી પડી રહી છે? આ 4 કારણ વિશે ખાસ જાણો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે