Home> India
Advertisement
Prev
Next

Corona: આ રાજ્યના લોકોને લૉકડાઉનમાંથી મળી મુક્તિ, સરકારે આપી છૂટ

કોરોનાની બીજી લહેર વચ્ચે લાગૂ થયેલા કડક પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવી રહી છે. તેલંગણામાં લૉકડાઉન સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. 

Corona: આ રાજ્યના લોકોને લૉકડાઉનમાંથી મળી મુક્તિ, સરકારે આપી છૂટ

હૈદરાબાદઃ કોરોના (Coronavirus) ના ઘટી રહેલા કેસો વચ્ચે હવે રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. ધીમે-ધીમે રાજ્ય સરકારો પ્રતિબંધોમાં ઢીલ આપી રહી છે. આ ક્રમમાં દક્ષિણ ભારતના રાજ્ય તેલંગણામાં લૉકડાઉન (Telangana Lockdown) સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. કોરોનાના કેસ ઘટતા લોકોને રાહત આપવાનો નિર્ણય રાજ્ય કેબિનેટે કર્યો છે. 

fallbacks

કેન્દ્રએ આપી ચેતવણી
આ વચ્ચે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી ચેતવણી આપવામાં આવી છે કે કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થયા બાદ અનલૉક હેઠળ ધીમે-ધીમે બજાર અને અન્ય ગતિવિધિઓ ખોલવામાં આવી રહી છે, પરંતુ કોઈ પ્રકારની બેદરકારી દાખવવામાં ન આવે જેથી કોરોના સંક્રમણ ફરી વધવા લાગે. 

કોવિડ પ્રોટોકોલનું પાલન થાય
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કોવિડ પ્રોટોકોલ (Covid Protocol) ને કડક રીતે લાગૂ કરવાની સાથે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની સરકારની નીતિને જિલ્લાસ્તરે મજબૂત રીતે લાગૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે કહ્યું કે, પ્રતિબંધ લગાવવા કે ઘટાડવાનો નિર્ણય જમીની સ્તરની સ્થિતિના આકલનને આધાર પર કરવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More