હૈદરાબાદ : ગધેડાની સામે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવનો જન્મ દિવસ ઉજવનારા કોંગ્રેસ નેતા તથા નેશનલ સ્ટુડેન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ વેંકટ બાલમૂરની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના પર આરોપ છે કે તેમણે ગધેડાઓની ચોરી કરી હતી. પોલીસે તેની ધરપકડ કરીને ગુરૂવારે હુજૂરાબાદ શહેરમાં ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, આ કાર્યવાહી ટીઆરએસ નેતાઓની ફરિયાદ બાદ કરવામાં આવી છે.
કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પુત્રીનો કબજો ટ્રાન્સઝેન્ડર વાલીને સોંપવા માટે ચુકાદો આપ્યો
17 ફેબ્રુઆરીએ તેલંગાણા રાષ્ટ્રસમિતી (TRS) પ્રમુખ તથા તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવનો જન્મ દિવસ હતો. તેમનો જન્મ દિવસ ઉજવવા માટે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા અનોકી તૈયારી કરવામાં આવી હતી. સમગ્ર પ્રદેશમાં ગધેડાઓની સામે કેક કાપીને કેસીઆરના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ પ્રદેશનાં નેતાઓ દ્વારા આ ઉજવણી કરવામાં પણ આવી હતી. આ સમગ્ર ઇવેન્ટ સમગ્ર વિજાણુ માધ્યમોમાં છવાયેલી રહી હતી.
15 હજારની લાંચ લેવાની લ્હાયમાં મહિલા મામલતદારે નોકરી પણ ગુમાવી અને 4 વર્ષ માટે જેલમાં જશે
જો કે આ જ યોજના હેઠળ કોંગ્રેસનાં નેતા વેંકટ બાલમૂરે ગધેડાની સામે કેસીઆરના જન્મ દિવસની ઉજવણી કરી હતી. તેમણે ગધેડાના ચહેરા પર તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરનો માસ્ક લગાવ્યો હતો. ત્યાર બાદ કેક કાપી હતી. જો કે તેના પર ટીઆરએસ નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો અને પોલીસનો સંપર્ક પણ કર્યો હતો. ત્યાર બાદ વેંકટ બાલમૂરને ગધેડાની ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી હતી. આ અગાઉ બાલમૂરે કેસીઆરના જન્મદિવસ પ્રસંગે ગધેડાની તસ્વીર સાથે તેની નીતિઓની ટિકા કરતું ટ્વીટ પણ કર્યું હતું. જેમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવાનોનુ જીવન ખરાબ કરવા, ખોટા વચનો, નકલી પ્રચાર જેવા અનેક આરોપો લગાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે