Home> India
Advertisement
Prev
Next

જેને 15મી ઓગસ્ટે 'બેસ્ટ કોન્સ્ટેબલ'નો એવોર્ડ મળ્યો, તે બીજા જ દિવસે લાંચ લેતા ઝડપાયો

સ્વતંત્રતા દિવસ પર પોતાના જિલ્લામાં બેસ્ટ કોન્સ્ટેબલનો એવોર્ડ મેળવ્યાંના એક દિવસ બાદ એ જ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો.

જેને 15મી ઓગસ્ટે 'બેસ્ટ કોન્સ્ટેબલ'નો એવોર્ડ મળ્યો, તે બીજા જ દિવસે લાંચ લેતા ઝડપાયો

હૈદરાબાદ: સ્વતંત્રતા દિવસ પર પોતાના જિલ્લામાં બેસ્ટ કોન્સ્ટેબલનો એવોર્ડ મેળવ્યાંના એક દિવસ બાદ એ જ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ શુક્રવારે કો પી તિરુપતિ રેડ્ડીને તેલંગણાના મહેબુબનગર જિલ્લામાં એક રેતીના વેપારી પાસેથી 17,000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે પકડ્યો. મહેબુબનગરમાં આઈ-ટાઉન પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ કથિત રીતે રેત વેપારીને તેનું ટ્રેક્ટર જપ્ત કરવાની ધમકી આપી રહ્યો હતો. 

fallbacks

જુઓ LIVE TV

કોન્સ્ટેબલ રમેશે ધમકી આપી હતી કે જો તેને પૈસા ન મળ્યાં તો તે વેપારીને ખોટા કેસમાં ફસાવી દેશે. ત્યારબાદ એસીબીમાં ફરિયાદ નોંદાઈ અને છટકું ગોઠવીને કોન્સ્ટેબલને રંગે હાથે પકડવામાં આવ્યો. એસીબીએ રેડ્ડીની ધરપકડ કરી અને ત્યારબાદ તેને ખાસ કોર્ટમાં રજુ કરાયો. એક દિવસ પહેલા જ રેડ્ડીને તેના સમર્પણ અને આકરી મહેનત બદલ બેસ્ટ કોન્સ્ટેબલનો પુરસ્કાર મળ્યો હતો. તેને સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન રાજ્યના આબકારી મંત્રી વી શ્રીનિવાસ ગોડે પુરસ્કાર આપ્યો હતો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More