Home> India
Advertisement
Prev
Next

Prophet Muhammad Row: પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરનાર ટી રાજા સિંહની અટકાયત

ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની હૈદરાબાદ પોલીસે અટકાયત કરી છે. તેને પોલીસે આજે સવારે નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યા હતા. 

Prophet Muhammad Row: પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરનાર ટી રાજા સિંહની અટકાયત

હૈદરાબાદઃ ભારતીય જનતા પાર્ટીના નેતા ટી રાજા સિંહ (T Raja Singh) ને પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરવાના આરોપમાં હૈદરાબાદ પોલીસે આજે ફરી અટકાયત કરી છે. ધારાસભ્યની ભારે વિરોધ વચ્ચે 23 ઓગસ્ટે પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ કોર્ટમાંથી તેમને જામીન મળી ગયા હતા. ત્યારબાદ પ્રદર્શન ઉગ્ર બની ગયું અને લોકો ધારાસભ્યની ધરપકડ કરવાની માંગ કરી રહ્યાં હતા. 

fallbacks

ભાજપે કરી દીધા સસ્પેન્ડ
23 ઓગસ્ટે ભાજપે પોતાના ધારાસભ્ય ટી રાજા સિંહને સસ્પેન્ડ કરી દીધા હતા અને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો હતો. હૈદરાબાદના ગોશામહલ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય રાજા સિંહ પોતાની કટ્ટર ધાર્મિક નિવેદનબાજી માટે જાણીતા છે અને આ કારણે તે ચર્ચામાં રહે છે. 

ભાજપના ધારાસભ્યએ સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને ધર્મ વિશેષની આલોચના કરતા સોમવારે વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં રાજા સિંહ કથિત રીતે એક ધર્મ વિશેષ વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યાં છે. ફારૂકીએ હાલમાં હૈદરાબાદમાં એક શોનું આયોજન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More