ઈન્દોરમાં યુવક રાજા રઘુવંશીના લગ્ન બાદ હનીમૂન પર હત્યાના મામલાએ આખા દેશમાં હડકંપ મચાવેલો છે. તેની પત્ની સોનમ રઘુવંશી પર આરોપ છે કે તેણે તેના પ્રેમી સાથે મળીને રાજાની હત્યા કરાવી. આ બધા વચ્ચે તેલંગણાના કુરનૂલથી આવી જ એક ઘટના સામે આવી છે જેને સાંભળીને લોકો સ્તબ્ધ થઈ ગયા છે. વાત જાણે એમ છે કે અહીં માતા અને પુત્રી એક જ વ્યક્તિ સાથે રિલેશનમાં હતા પરંતુ પુત્રીના લગ્ન કોઈ બીજી વ્યક્તિ સાથે થઈ ગયા. લગ્નના મહિના બાદ જ પત્નીની પતિની હત્યાના આરોપમાં ધરપકડ થઈ છે. હવે આ મામલે પોલીસે અનેક ખુલાસા કર્યા છે.
2 હજારથી વધુ કોલ
મૃતક તેજેશ્વરની પત્ની ઐશ્વર્યા પર આરોપ છે કે તેણે જ પતિની હત્યા કરાવવાની કોશિશ કરી હતી. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જાણવા મળ્યું છે કે ઐશ્વર્યા અને તેની માતા સુજાતા એક બેંક કર્મચારી સાથે રિલેશનશિપમાં હતા. પહેલા સુજાતા પછી ઐશ્વર્યાના બેંક કર્મચારી સાથે સંબંધ રહ્યા. કોલ રેકોર્ડથી એ પણ જાણવા મળ્યું છે કે ઐશ્વર્યાએ તેજેશ્વરને 2000થી વધુ કોલ કર્યા હતા.
5 વાર બચી ગયો
આ સાથે આ મામલે એવા એવા ખુલાસા થયા છે. એવું પણ સામે આવ્યું છે કે ઐશ્વર્યાએ તેજેશ્વરને મારવા માટે એક મહિનામાં એક કે બે નહીં પરંતુ 6 વાર કોશિશ કરી હતી. પરંતુ 5 વખત તેજેશ્વરનું ભાગ્ય સારું રહ્યું કે તે બચી ગયો. ઐશ્વર્યાએ પતિની બાઈકમાં જીપીએસ ટ્રેકર પણ લગાવેલું હતું. તે ટ્રેકરના આધારે તેણે સોપારી ગેગને પતિના લોકેશનની જાણકારી આપી હતી.
2 લાખ રૂપિયાની સોપારી
એ પણ સામે આવ્યું છે કે બેંક કર્મચારી હાલ ફરાર છે. તેણે સોપારી કિલર રાખ્યા હતા. હત્યારાઓએ જમીનનું સર્વેક્ષણ કરવાના બહાને તેજેશ્વરને બોલાવ્યો હતો અને ચાકૂના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી. ત્યારબાદ તેનો મૃતદેહ પન્યમ નદીમાં ફેંકી દીધો. જાણવા મળ્યું છે કે હત્યારાઓને 2 લાખ રૂપિયા પણ અપાયા હતા.
Telangana: Aishwarya & mother allegedly k!lled husband Tejeshwar within a month of marriage to seize his property. Both had an affair with the same man, who aided the murder pic.twitter.com/q106b8PtqL
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 23, 2025
આ રીતે વધ્યો પોલીસનો શક
તેજેશ્વરના પરિજનોએ ગડવાલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેજેશ્વર ગુમ છે. જ્યારે પોલીસ તપાસ માટે તેજેશ્વરના ઘરે ગઈ તો ઐશ્વર્યાએ યોગ્ય જાણકારી ન આપી જેના કારણે પોલીસનો શક વધી ગયો.
પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે ઐશ્વર્યા લગ્નના થોડા દિવસ પહેલા જ ઘરમાં કઈ પણ કહ્યા વગર જતી રહી હતી. આ રીતે અચાનક ગાયબ થઈ જતા તેજેશ્વરના પરિવારે લગ્ન કેન્સલ કર્યા હતા. પરંતુ ઐશ્વર્યા અચાનક પાછી ફરી અને તેણે કહ્યું કે આ રીતે જવા બદલ તેને ખરાબ લાગે છે. તે લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે પોતાના સંબંધીઓના ત્યાં ગઈ હતી.
તેજેશ્વરે પણ તેની વાત પર વિશ્વાસ કરી લીધો. જો કે તેનો પરિવાર આ લગ્નથી ખુશ નહતો. લગ્નના થોડા દિવસ બાદ જ તેજેશ્વર અને ઐશ્વર્યા વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો. તેજેશ્વર પણ ઐશ્વર્યાના સતત ફોન પર વાત કરવાથી નાખુશ હતો. આખરે આ કહાનીનો અંજામ પણ તેજેશ્વરની હત્યા આવ્યો અને હવે પોલીસ તેની પત્ની પાસેથી સત્ય બહાર કઢાવવાની કોશિશ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે