Home> India
Advertisement
Prev
Next

આ છે દેશનું એકદમ અનોખુ મંદિર, અહીં ભક્તો જૂતાની માળા ચઢાવે છે, જાણો કારણ 

સામાન્ય રીતે દેવી-દેવતાને આપણે ભોગ ચડાવીએ, સોના-ચાંદીના દાગીના, વસ્ત્રો ચડાવીએ પણ આ મંદિર તો એવું છે કે અહીં ભક્તો કોઈ પ્રસાદ નહીં પરંતુ જૂતાની માળા ચડાવે છે. આ પાછળનું કારણ પણ જાણવા જેવું છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

આ છે દેશનું એકદમ અનોખુ મંદિર, અહીં ભક્તો જૂતાની માળા ચઢાવે છે, જાણો કારણ 

આપણે જ્યારે મંદિરમાં જઈએ છીએ ત્યારે ભગવાનને અનેક પ્રકારના ભોગ લગાવીએ છીએ, મોંઘેરી ધાતુના દાગીના અને સાડી જેવા વસ્ત્રો ચઢાવીએ છીએ. એક એકથી ચડિયાતી વસ્તુઓ ભગવાનને અર્પણ કરીએ છીએ. જેથી કરીને ભગવાન પ્રસન્ન થાય અને તમારી દરેક ઈચ્છા પૂરી થાય. 

fallbacks

પરંતુ આપણા દેશમાં એક મંદિર એવું પણ છે જ્યાં લોકો પ્રસાદ નહીં પરંતુ જૂતાની માળા ચઢાવે છે. આ મંદિર માતાનું છે. મંદિર કર્ણાટકના ગુલબર્ગ જિલ્લામાં છે. નામ છે લકમ્મા દેવી મંદિર. આ મંદિરમાં દર વર્ષે ફૂટવેર ફેસ્ટિવલ પણ યોજાય છે. જેમાં દૂર દૂરથી લોકો આવે છે. 

આ મંદિર વિશે એવી માન્યતા છે કે મંદિરમા બધાની મનોકામના પૂર્ણ થાય છે. જો સાચા મનથી કઈ પણ માંગવામાં આવે તો માતા ઈચ્છા પૂરી કરે છે. 

આ Video પણ ખાસ જુઓ...

ચપ્પલ કેમ ચઢાવાય છે
લોકોનું માનવું છે કે જો દેવીને ચપ્પલ ચઢાવવામાં આવે તો તે પ્રસન્ન થાય છે અને ખરાબ શક્તિઓથી રક્ષણ કરે છે. એટલું જ નહીં જે લોકોના પગ અને ઘૂંટણમાં દર્દ રહેતું હોય તેવા લોકો મોટી સંખ્યામાં આવે છે અને ચપ્પલ ચઢાવે છે. તેમનું માનવું છે કે આમ કરવાથી દેવી તેમના આ દર્દને દૂર કરે છે. 

એક માન્યતા એવી  પણ છે કે ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી ચપ્પલો પહેરીને દેવી રાતે ઘૂમે છે. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે આ મંદિરમાં માત્ર હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો પણ આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More