Home> India
Advertisement
Prev
Next

'કોઈ પણ અડચણથી ISROની ઉડાણ અટકી શકે નહીં', વૈજ્ઞાનિકોના નામે PM મોદીના સંબોધનની 10 ખાસ વાતો

પીએમ નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને શનિવારે સવારે સંબોધન કર્યું. તેમણે વૈજ્ઞાનિકોના વખાણ કર્યાં અને તેમને દેશ માટે જીવનારા અને ઝૂઝનારા ગણાવ્યાં. 

'કોઈ પણ અડચણથી ISROની ઉડાણ અટકી શકે નહીં', વૈજ્ઞાનિકોના નામે PM મોદીના સંબોધનની 10 ખાસ વાતો

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને શનિવારે સવારે સંબોધન કર્યું. તેમણે વૈજ્ઞાનિકોના વખાણ કર્યાં અને તેમને દેશ માટે જીવનારા અને ઝૂઝનારા ગણાવ્યાં. અત્રે જણાવવાનું કે ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર મોડી રાતે ચંદ્રની સપાટી પર ઉતરવાના 2-1 કિમી પહેલા જ સંપર્ક ગુમાવી બેઠું. ચંદ્રની સપાટી તરફ આગળ વધી રહેલા વિક્રમ લેન્ડરે 2-1 કિમી પહેલા જ સંપર્ક ગુમાવતા બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ચંદ્રયાન-2ની મુસાફરીને શાનદાર ગણાવી અને કહ્યું કે નિષ્ફળતાઓ કે અડચણો આપણને લક્ષ્ય મેળવતા રોકી શકે નહીં. તેમના સંબોધનની 10 મહત્વની વાતો જાણો.

fallbacks

આપણે માખણ પર નહીં પરંતુ પથ્થર પર લકીર ખેંચનારા લોકો છીએ: પીએમ મોદી

1. તમે એ લોકો છો જે માતા ભારતી માટે, તેમના જય માટે જીવે છે. તમે એ લોકો છો જે માતા ભારતી માટે ઝઝૂમો છો, તમે એ લોકો છો જે માતા ભારતી માટે જુસ્સો રાખો છો. માતા ભારતનું માથું ઊંચું થાય તે માટે આખું જીવન ખપાવી દો છો. 

2. આ મિશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ એક અલગ જ અવસ્થામાં હતી. ખુબ સવાલો હતાં, મોટી સફળતા સાથે આગળ વધીએ છીએ. અચાનક બધુ નજરે દેખાતું બંધ થઈ ગયું. હું પણ તે પળને તમારી સાથે જીવ્યો. 

3. આપણા વૈજ્ઞાનિકોને હું કહેવા માંગુ છું કે ભારત તમારી સાથે છે. તમે શાનદાર પ્રોફેશનલ છો. દેશ તમારી સાથે ઊભો છે. તમે તમારું સર્વશ્રેષ્ઠ આપો છો. 

4. આજે ભલે તમને કેટલીક અડચણો મળી હોય પરંતુ તેનાથી આપણો જુસ્સો નબળો પડ્યો નથી પરંતુ વધુ મજબુત થયો છે. આજે આપણા રસ્તામાં ભલે એક અટડણ આવી હોય પરંતુ તેનાથી આપણે આપણી મંજિલના રસ્તેથી ડગ્યા નથી. 

જુઓ LIVE TV

5. આપણા હજારો વર્ષોનો ઈતિહાસ એવા ઉદાહરણોથી ભરેલો છે જ્યારે શરૂઆતી અડચણો આવવા છતાં આપણે ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે. ઈસરો પોતે પણ ક્યારેય હાર ન માનનારી સંસ્કૃતિનું જીવતું જાગતું ઉદાહરણ છે. 

6. પરિણામોથી નિરાશ થયા વગર નિરંતર લક્ષ્ય તરફ આગળ વધવાની આપણી પરંપરા પણ રહી છે અને આપણા સંસ્કાર પણ રહ્યાં છે. 

7. જો આપણે પ્રાથમિક પડકારો, મુશ્કેલીઓથી હારી જાત તો આજે ISRO દુનિયાની અગ્રણી સ્પેસ એજન્સીઓમાં સ્થાન મેળવી શકત નહીં. 

8. દરેક મુશ્કિલ, દરેક સંઘર્ષ, દરેક વિધ્ન આપણને કઈંક નવું શિખવાડી જાય છે. કઈંક નવો આવિષ્કાર, નવી ટેક્નોલોજી માટે પ્રેરિત કરે છે અને તેનાથી આપણી આગળની સફળતા નક્કી થાય છે. 

9. જ્ઞાનનો જો  કોઈ મોટો શિક્ષક હોય તો તે વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા હોતી નથી, ફક્ત પ્રયોગ અને પ્રયાસ હોય છે. દરેક પ્રયોગ દરેક પ્રયત્ન જ્ઞાનના નવા બીજ રોપતા જાય છે. 

10. હું ગર્વ સાથે કહું છું કે ચંદ્રયાન-2ની મુસાફરી એક શાનદાર મુસાફરી રહી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More