Home> India
Advertisement
Prev
Next

મુંબઈમાં આંતક ફેલાવવાનો પ્લાન? સપનાઓની નગરી ફરી એકવાર આતંકીઓના ટાર્ગેટ પર

એનઆઈએને એક મેલ મળ્યો છે જેમાં મુંબઈની અંદર આતંકી હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો કે આ હુમલાનો પ્લાન તાલિબાન નેતા સિરાજુદ્દીન હક્કાનીએ બનાવ્યો છે. 

મુંબઈમાં આંતક ફેલાવવાનો પ્લાન? સપનાઓની નગરી ફરી એકવાર આતંકીઓના ટાર્ગેટ પર

મુંબઈઃ મુંબઈને ટેરર અટેકથી ફરી એક વખત દહેલાવી નાખવાની ધમકી NIAને મળી છે. નેશનલ ઈન્વેશટિગેશન એજન્સીની ટીમને એક ઈમેલ આવ્યો... જેમાં, મુંબઈ પર આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યો ઈમેલ મળતાં જ NIAએ આ મામલે મુંબઈ પોલીસને જાણ કરી છે. આ ધમકી મળતાંની સાથે જ મુંબઈ પોલીસ અને વિવિધ તપાસ એજન્સી સતર્ક થઈ ચુકી છે અને ધમકીભર્યા ઈમેલ અંગે તપાસમાં લાગી છે.

fallbacks

NIAના ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો મેઇલ આવ્યો છે. જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ કરનારી વ્યક્તિએ પોતાને તાલિબાની હોવાનું જણાવ્યું અને દાવો કર્યો છે કે તાલિબાન સંગઠનના પ્રમુખ નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ હેઠળ આ કામ થવાનું છે.

ધમકીભર્યો ઈમેલ મળતાં જ મુંબઈ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. હાલ પોલીસ અને અન્ય એજન્સીઓ આ ઈમેલ અંગે તપાસ કરી રહી છે. આ ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો એની જાણકારી ભેગી કરવા લાગી છે. ત્યાં જ દેશનાં વિવિધ શહેરોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તો હવે એ પણ જાણી લો કે ઈમેલમાં જે સિરાજુદ્દીન હક્કાનીની વાત કરવામાં આવી છે, તે કોણ છે.

PM મોદીની સાથે ચાલનાર કમાન્ડો કેમ બ્લેક બેગ લઈને ફરે છે? સો ટકા નહીં જાણતા હોવ...

સિરાજુદ્દીન હક્કાની કોણ છે? (HEADER)
સિરાજુદ્દીન હક્કાની તાલિબાનનો સૌથી ખતરનાક ગુટ હક્કાની નેટવર્કનો મુખ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ તેને કાર્યકારી ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે. આ સાથે તે તાલિબાનમાં બીજા નંબરના નેતાનો દરજ્જો ધરાવે છે. તાબિલાનમાં હક્કાની નેટવર્કની ખાસ અસર છે. અમેરિકી તપાસ એજન્સીએ હક્કાનીના લોકેશન અંગે સૂચના આપનારી વ્યક્તિને 10 મિલિયન ડોલર ઇનામ આપવાનું રાખ્યું છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલાં જાન્યુઆરીમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. એક વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને શહેરમાં વિવિધ જગ્યાએ બોમ્બ ધમાકા કરવાની ધમકી આપી હતી. ધમકી આપનાર વ્યક્તિએ ફોન પર કહ્યું હતું કે 1993ની જેમ વિવિધ સ્થળોએ બ્લાસ્ટ કરીશું અને આ હુમલો 2 મહિનાની અંદર જ કરવામાં આવશે. વારંવારની મળતી આતંકી હુમલાની ધમકીથી મુંબઈ પોલીસ ચિંતિત છે. તેવામાં, ફરી એકવાર ધમકી મળતાં મુંબઈ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સી કામે લાગી છે.

2024 પહેલાં ઠાકરે અને પવારે વધાર્યું ભાજપનું ટેન્શન, RSSના હોમટાઉનમાં ઝટકો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More