Home> India
Advertisement
Prev
Next

Terror Funding case: અલગાવવાદી નેતા યાસીન મલિક દોષિત જાહેર, આતંકી ગતિવિધિઓ સામેલ હોવાની કરી હતી કબૂલાત

કાશ્મીરનો અલગાવવાદી નેતા યાસિન મલિક ટેરર ફંડિગ મામલે દોષિત જાહેર થયો છે. NIA ની કોર્ટે યાસીન મલિકને દોષિત જાહેર કર્યો છે. આ મામલે સજા કેટલી થશે તેનો નિર્ણય 25મી મેના રોજ લેવાશે. 

Terror Funding case: અલગાવવાદી નેતા યાસીન મલિક દોષિત જાહેર, આતંકી ગતિવિધિઓ સામેલ હોવાની કરી હતી કબૂલાત

નવી દિલ્હી: કાશ્મીરનો અલગાવવાદી નેતા યાસિન મલિક ટેરર ફંડિગ મામલે દોષિત જાહેર થયો છે. NIA ની કોર્ટે યાસીન મલિકને દોષિત જાહેર કર્યો છે. આ મામલે સજા કેટલી થશે તેનો નિર્ણય 25મી મેના રોજ લેવાશે. યાસિન મલિકે પોતે કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો. આ મહિને જ ખબર આવી હતી કે યાસીન મલિકે તે આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો તે સ્વીકાર્યું છે. તેણે અપરાધિક ષડયંત્ર રચ્યું હતું અને તેના પર લાગેલી દેશદ્રોહની કલમ પણ સાચી છે. યાસીન પર જે UAPA હેઠળ કલમો લાગી છે તે ગુના પણ તેણે સ્વીકાર્યા હતા. 

fallbacks

અલગાવવાદી યાસીન મલિકે કોર્ટમાં કહ્યું કે તે યુએપીએની કલમ 16 (આતંકવાદી ગતિવિધિ), 17 (આતંકી ગતિવિધિઓ માટે ફંડ ભેગુ કરવું), 18 (આતંકવાદી કૃત્યનું ષડયંત્ર રચવું), તથા 20 (આતંકવાદી જૂથ કે સંગઠનનો સભ્ય હોવું) તથા ઈન્ડિયન પીનલ કોડની કલમ 120-બી (અપરાધિક ષડયંત્ર), તથા 124(એ) રાજદ્રોહ હેઠળ લાગેલા આરોપોને પડકારવા માંગતો નથી. 

થઈ શકે છે આ સજા
યાસીન મલિક પર જે કલમો હેઠળ કેસ દાખલ થયો છે તેમાં તેને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે. યાસીન મલિક કાશ્મીરમાં સક્રિય રાજનેતા હતો અને યુવાઓને ભડકાવવામાં તેનો ખાસ ફાળો હોવાનું કહેવાય છે. તે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ(JKLF) સાથે જોડાયેલો છે. 2019માં કેન્દ્ર સરકારે જેકેએલએફ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હાલ તે તિહાડ જેલમાં બંધ છે. તેના પર 1990માં એરફોર્સના 4 જવાનોની હત્યાનો આરોપ છે. જે તેણે સ્વીકાર્યું પણ હતું. તે વખતે મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદના અપહરણનો પણ આરોપ લાગ્યો હતો. 

Gyanvapi Masjid Controversy: સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટની કાર્યવાહી ઉપર પણ રોક લગાવી

Gyanvapi Mosque Survey: અજય મિશ્રાના રિપોર્ટમાં દાવો- જૂના મંદિરોના કાટમાળ પર દેવી-દેવતાઓની કલાકૃતિ

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More