નવી દિલ્હી/ ઔરૈયા: ઉત્તર પ્રદેશના ઔરૈયામાં અધિકારીઓની મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મુંબઇ હુમલા 26/11ના આરોપી અજમલ કસાબને 21 નવેમ્બર 2012માં ફાંસી આપવામાં આવી હતી. પરંતુ ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાના પ્રશાસનના રિકોર્ડમાં કસાબ હાલમાં જીવિત છે. તેનું જીવિત હોવાનો પુરાવો તેના નિવાસ અને જાતિનું પ્રમાણપત્ર જાહેર કરવામાં આવતા સામે આવ્યું છે. આતંકી અજમલ કસાબના નિવાસ અને જાતિ પ્રમાણપત્ર જાહેર થવાના મામલાએ અધિકારીઓના હોશ ઉડાવી દીધા હતા. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવ્યા બાદ આ પ્રમાણપત્ર લખનાર કર્મચારીને સસ્પેન્ડેડ કરવામાં આવ્યો અને કસાબના જાતિ અને નિવાસ પ્રમાણ પત્રને રદ કરવામાં આવ્યું છે.
આ મામલાની ગંભીરતાને જોઇને જિલ્લા અધિકારીઓએ શરૂઆતના સ્તરથી તપાસ શરૂ કરી હતી. તપાસ કર્યા બાદ કસાબના જાહરે નિવાસ પ્રમાણપત્ર રદ કરવાની સાથે જ પ્રમાણપત્ર લખનાર કર્મચારીને સસ્પેન્ડેડ કરવામાં આવ્યો છે. અધિકારીઓને આ મામલાના તપાસના આદેશ આપ્યા છે. આ મામલે તપાસ કરી રહેલા એસડીએમ પ્રમેંદ્ર સિંહ બિધૂનાએ જણાવ્યું કે અજમલ કસાબના નામથી એક નિવાસ પ્રમાણપત્ર જાહરે કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે કોઇ અજ્ઞાત વ્યક્તિએ ખોટા દસ્તાવેજોના આધાર પર ઓનલાઇન આવેદન કર્યું હતું.
વાંચવા માટે ક્લિક કરો: જમ્મૂ-કાશ્મીર: સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા, 1 પૈરા કમાન્ડો શહીદ, 2 જવાન ઘાયલ
એસડીએમે જણાવ્યું કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં. આ મામલાની તપાસમાં અનિયમિતતા મળવા પર અમે તાલુકા ઑફિસમાં તથ્યો તપાસ્યા અને જાણવા મળ્યું કે તેમાં આપવામાં આવેલું સરનામું ખોટુ છે. અમારી વિનંતી પર રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર (એનઆઇસી)એ તેનું નિવાસ પ્રમાણપત્ર રદ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે જેને આ ખોટુ પ્રમાણપત્ર આપ્યું હતું તે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
પ્રમાણપત્રમાં કસાબનું જન્મ સ્થળ બિધૂના જણાવવામાં આવ્યું છે અને માતા-પિતાના નામ પર મુમતાઝ બેગમ તેમજ મોહમ્મદ આમિરનું નામ નોંધાવવામાં આવ્યું છે. આ ઘટનાથી યૂપી સરકારની સક્રિયતા પર સવાલો ઉભા થઇ રહ્યાં છે. આ મામલા બાદ આ વાતનો ખુલાસો થઇ ગયો છે કે યૂપીની સરકારી ઓફિસોમાં થોડાક રૂપિપા આપી કોઇપણ નકલી સર્ટિફિકેટ બનાવી શકે છે.
તમને જણાવી દઇએ કે પાતિસ્તાનથી સમુદ્ર માર્ગથી મુંબઇ આવેલા 10 આતંકવાદીઓને આર્થિક રાજધાની પર હુમલો કર્યો હતો. આ આતંકવાદીઓના આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. સુરક્ષા દળોની કાર્યવાહીમાં બધા આતંકવાદીઓ માર્યા ગયા જ્યારે અજમલ કસાબ જીવિત પકડાયો હતો અને મહારાષ્ટ્રના યરવદા જેલમાં 21 નવેમ્બર વર્ષ 2012માં ફાંસી આપવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે