Home> India
Advertisement
Prev
Next

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાં


Jammu Kashmir: કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધી ચૂકી છે જેના કારણે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે સૈનિકનો પણ સમાવેશ થાય છે.

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાં

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં ગેર કાશ્મીરી ઉપર ફરી એક વખત હુમલો થયો છે. શુક્રવારે અહીંના બડગામ જિલ્લામાં આતંકીઓએ બે મજૂરોને ગોળી મારી હતી. મજૂરોને તુરંત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમની હાલત સ્થિર જણાવવામાં આવી છે. બંને મજૂર જલજીવન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ ઘટના પછી સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ શરૂ કરી છે. 

fallbacks

આ પણ વાંચો:'કોંગ્રેસ ખરાબ રીતે ઉઘાડી પડી', ચૂંટણી ગેરંટી સ્કીમ પર પીએમ મોદીનો હુમલો

આ હુમલો સેન્ટ્રલ કાશ્મીરના બડગામના મજહામા વિસ્તારમાં થયો છે. ગોળી લાગી છે તે મજૂર ઉત્તર પ્રદેશમાં રહેવાસી હતા. આ ઘટના સામે આવતા જ સ્થાનિક પોલીસ અને સુરક્ષા બળ એક્શનમાં આવી ગયા છે.  આતંકીઓને પકડવા માટે શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા પછીથી પ્રવાસી મજૂરો અને સુરક્ષાબળ પર આતંકી હુમલાની ઘટના વધી રહી છે. 24 ઓક્ટોબરે ગુલમર્ગથી 12 કિલોમીટર દૂર આતંકીઓએ આર્મીના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ જવાન અને બે આર્મી પોર્ટર્સ શહીદ થયા હતા. તે પહેલા કરવા ચોથના દિવસે આતંકીઓએ એક અંડર કન્સ્ટ્રક્શન નું કામ કરતા મજૂરો પર ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં એક ડોક્ટર સહિત સાત લોકોના મોત થયા હતા. 

આ પણ વાંચો:યમુના નદીમાં ક્યાંથી આવ્યું ઝેરી ફીણ? જાણો લોકમાતાને કોણ કરી રહ્યું છે મલિન

18 ઓક્ટોબરે શોપિયા જિલ્લામાં આતંકીઓએ બિહારના અશોક ચૌહાણ ની ગોળી મારી તેની હત્યા કરી હતી. કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધી ચૂકી છે જેના કારણે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે સૈનિકનો પણ સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More