નવી દિલ્હી: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ (Anantnag) જિલ્લામાં શનિવારે ડેપ્યુટી કમિશનરની ઓફિસ પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો છે. આ હુમલામાં ઘણા લોકોને ઇજા પહોંચી છે. જેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તો બીજી તરફ સુરક્ષાબળોએ હુમલાવરોની શોધખોળ શરૂ કરી દીધી છે. સમગ્ર વિસ્તારમાં સર્ચિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે