Home> India
Advertisement
Prev
Next

PM મોદીની મુલાકાત પહેલાં જ જમ્મુમાં આતંકી હુમલો, CISFની બસને ટાર્ગેટ બનાવી મોટા હુમલાનો હતો પ્લાન

શુક્રવારે સવારે 4.15 વાગ્યે જમ્મુના ચઢ્ઢા કેમ્પ નજીક કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) થી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ કરેલાં આ હુમલામાં CISFના એક ASI શહીદ થયા છે. જ્યારે આ ઘટનામાં બે જવાનોને ગંભીર ઈજા પહોંચી છે.

PM મોદીની મુલાકાત પહેલાં જ જમ્મુમાં આતંકી હુમલો, CISFની બસને ટાર્ગેટ બનાવી મોટા હુમલાનો હતો પ્લાન

નવી દિલ્લીઃ ફરી એકવાર આતંકીઓએ CISF ને પોતાનો નિશાનો બનાવી છે. આતંકીઓએ ચઢ્ઢા કેમ્પ પાસે સવારની પાળીમાં ફરજ પરના 15 CISF જવાનોને લઈ જતી બસ પર હુમલો કર્યો. આ હુમલામાં એક ASI શહીદ થયો હતો. તે જ સમયે, બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છેકે, તેને લઈને અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદી જમ્મુના પ્રવાસે જવાના હતા તેના ઠીક પહેલાં જ આતંકીઓએ આ હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે હવે સુરક્ષા એજન્સીઓને પણ વધુ સર્તક થઈ ગઈ છે.

fallbacks

શુક્રવારે સવારે 4.15 વાગ્યે જમ્મુના ચઢ્ઢા કેમ્પ નજીક કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) થી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ કરેલાં આ હુમલામાં CISFના એક ASI શહીદ થયા છે. જ્યારે આ ઘટનામાં બે જવાનોને ગંભીર ઈજા પહોંચી છે. હાલ આ જવાનોને સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે. જમ્મુના ઉલ્લેખનીય છેકે, આ અગાઉ 14 ફેબ્રુઆરી 2019ના રોજ કાયરતા ભર્યું કૃત્ય કરીને આતંકીઓએ CISF ના જવાનોથી ભરેલી ગાડી પર હુમલો કરીને તેમના બદઈરાદાઓેને અંજામ આપ્યો હતો.

આ હુમલા અંગે જાણકારી આપતા CISFના અધિકારીએ જણાવ્યું કે સવારની પાળીમાં ફરજ પરના 15 સીઆઈએસએફ જવાનોની બસ પર જમ્મુના ચઢ્ઢા કેમ્પ નજીક સવારે 4.15 વાગ્યે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. CISFએ આતંકી હુમલાનો જવાબ આપ્યો અને આતંકીઓને ભાગી જવા મજબૂર કર્યા.

ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ પછી એટલેકે, 24 એપ્રિલના રોજ જમ્મુની મુલાકાતે જવાના છે. એવા સમયે જ તેના ઠીક બે દિવસ પહેલાં અહીં આતંકી હુમલો થતા સુરક્ષા એજન્સીઓએ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. પ્રધાનમંત્રી મોદીની જમ્મુ મુલાકાત પહેલા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ બસ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. પીએમ મોદીની જમ્મુ મુલાકાત પહેલાં અહીંના સમગ્ર વિસ્તારને હાઈઅલર્ટ રખાયો હતો. જોકે, આતંકી હુમલાને પગલે હાલ જમ્મુમાં ઠેર-ઠેર સર્ચ ઓપરેશન હાથ ધરીને સુરક્ષા એજન્સીઓ આંતકીઓનો ઈરાદો નાકામ કરવા પ્રયાસ કરી રહી છે.

ZEE NEWS સાથેની વાતચીતમાં જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યું કે હાલ આ આતંકી હુમલાને પગલે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છેકે, આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા. આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ હુમલા કરવાનું કાવતરું ઘઢ્યું હતું. આ સાથે જ જમ્મુ-કાશ્મીરના ADGP મુકેશ સિંહ જણાવ્યું હતુંકે, આતંકીઓ જમ્મુમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં હતાં. હજુ પણ જમ્મુ-કશ્મીરના ભિતંડી સુંજવામાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More