Home> India
Advertisement
Prev
Next

Srinagar: CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત

શ્રીનગરમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલો લાવારોપા વિસ્તારમાં થયો છે. સીઆરપીએફ પાર્ટી પર હુમલામાં બે જવાન શહીદ થયા છે.

Srinagar: CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલો લાવારોપા વિસ્તારમાં થયો છે. સીઆરપીએફ પાર્ટી પર હુમલામાં બે જવાન શહીદ થયા છે, જ્યારે બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

fallbacks

મહત્વનું છે કે લાવાપોરા વિસ્તારમાં ગુરૂવારે બપોરે આતંકીઓએ CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો. આઈજીએ જણાવ્યું કે, આ હુમલામાં CRPFના બે જવાન શહીદ થયા અને બેને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને તત્કાલ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 

આ પણ વાંચોઃ આ પણ વાંચો- હું ચૂંટણી જીતીશ તો ચંદ્રની યાત્રા, ત્રણ માળનું ઘર અને હેલીકોપ્ટર, ઉમેદવારે આપ્યા મોટા-મોટા વચન 

આ હુમલો CRPF ની 73મી બટાલિયન પર કરવામાં આવ્યો છે. પહેલાથી ઘાત લગાવી બેઠેલા આતંકીઓએ લાવાપોરા વિસ્તારમાં સુરક્ષાદળોની ગાડી પર હુમલો કર્યો. જેમાં બે જવાન શહીદ થયા. 

ત્યારબાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓને શોધવા માટે મોટી સંખ્યામાં જવાન તૈનાત છે. આ વિસ્તારમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More