Home> India
Advertisement
Prev
Next

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બીજો આતંકી હુમલો, હવે પોલીસ અને CRPF ટીમ પર વરસાવી ગોળીઓ

Jammu and Kashmir: આતંકી હુમલામાં એક પોલીસકર્મીના ઘાયલ થવાની સૂચના છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આતંકીઓને કાબૂમાં કરવા માટે વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે.

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બીજો આતંકી હુમલો, હવે પોલીસ અને CRPF ટીમ પર વરસાવી ગોળીઓ

Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરના અનંતનાગ સ્થિત બિજબેહરા થાના વિસ્તારમાં શુક્રવારના બપોરે આતંકીઓ દ્વારા પોલીસ અને સીઆરપીએફ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હોવાની જાણકારી મળી રહી છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આતંકીઓને કાબૂમાં કરવા માટે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે.

fallbacks

કાશ્મીર પોલીસે તેમના ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપી છે. પોલીસે ટ્વીટ કર્યું કે, અનંતનાગના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ/સીઆરપીએફની સંયુક્ત નાકા પાર્ટી પર ફાયરિંગ કર્યું. આ આતંકવાદી ઘટનામાં એક પોલીસ કર્મી ઘાયલ થયો જેને તાત્કાલીત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. તપાસ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, આઠ કલાકમાં આ બીજી વખત આતંકી ઘટના છે. આ પહેલા શુક્રવારના વહેલી સવારે બાંદીપોરામાં બિહારના રહેવાસીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. છેલ્લા 10 મહિનામાં આતંકીઓએ બિહારના 7 લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More