Home> India
Advertisement
Prev
Next

શ્રીનગર: કોંગ્રેસ ધારાસભ્યના ઘરમાં ઘૂસ્યા આતંકવાદી, એકે રાયફલ્સ લૂંટી ફરાર

શ્રીનગરના જવાહર નગર વિસ્તારમાં સ્થિત કોંગ્રેસ ધારાસભ્ય (એમએલસી) મુજફ્ફર પાર્રેના આવાસથી સંદિગ્ધ આતંકવાદી રવિવાર બપોરે ચાર એકે રાઇફલ લૂંટી ફરાર થઇ ગાય છે. ધોડા દિવસે થયેલી આ ઘટના બાદ શ્રીનગરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શ્રીનગર: કોંગ્રેસ ધારાસભ્યના ઘરમાં ઘૂસ્યા આતંકવાદી, એકે રાયફલ્સ લૂંટી ફરાર

નવી દિલ્હી: શ્રીનગરના જવાહર નગર વિસ્તારમાં સ્થિત કોંગ્રેસ ધારાસભ્ય (એમએલસી) મુજફ્ફર પાર્રેના આવાસથી સંદિગ્ધ આતંકવાદી રવિવાર બપોરે ચાર એકે રાઇફલ લૂંટી ફરાર થઇ ગાય છે. ધોડા દિવસે થયેલી આ ઘટના બાદ શ્રીનગરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી સર્ચિંગ ઓપરેશન હાથ ધર્યું છે.

fallbacks

વધુમાં વાંચો: એર ઇન્ડિયાને બચાવવા માટે સરકારનો સ્પેશિયલ પ્લાન, દુનિયાભરમાં શરૂ થઇ શોધ

ત્યારે, શનિવારે આઇએસઆઇએસનો ઝંડો પકડેલા યુવકોના એક ગ્રુપે જબરદસ્તી અહીંયાના ઐતિહાસિક જામિયા મસ્જિદમાં ઘૂસીને હંગામો કર્યો હતો. મસ્જિદના મેનેજમેન્ટ કમિટી અને અલગાવવાદિઓએ આ ઘટનાની નિંદા કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના જૂમાની નમાજ બાદ થઇ હતી. જ્યારે અધિકારી લોકો મસ્જિદથી જતા રહ્યાં હતા. તેમણે જણાવ્યું કે આ યુવકોને મસ્જિદમાં હાજર લોકોએ ભગાડી દીધા હતા. ઘટનાનો વીડિયો શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વધુમાં વાંચો: યૂપીનો શરમજનક કિસ્સો: મહિલાને નિર્વસ્ત્ર કરી દોડાવવામાં આવી, લોકોએ બનાવ્યો વીડિયો

અધિકારીઓએ જણાવ્યું કે હુરિયત કોન્ફરન્સના મધ્યમ જૂથોના અધ્યક્ષ મીરવાઇજ ઉમર ફારૂકે મસ્જિદમાં જુમાનો ઉપદેશ આપ્યો હતો અને તેઓ પણ ઘટનાથી પહેલા ત્યાંથી રવાના થઇ ગયા હતા.

fallbacks

માસ્ક પહેરી યુવકો મસ્જિદમાં ઘૂસ્યા
અધિકારીઓએ જણાવ્યું કે, માસ્ક પહેરી કેટલાક યુવકો જબરદસ્તી મસ્જિદમાં અંદર ધૂસ્યા હતા અને મંચની તરફ આગળ વધી રહ્યાં હતા. જ્યાં મીરવાઇજના ઉપદેશ આપ્યો હતો. તેમાંથી એક મંચ પર ચઢીને નારા લગાવવા લાગ્યો હતો. તેમણે આઇએસઆઇએસના ઝંડો હાથમાં પકડેલો હતો. યુવકોએ ત્યાં હાજર લોકોએ ભગાડી દીધા હતા.

વધુમાં વાંચો: આ યુનિવર્સિટીના VCએ વિદ્યાર્થીઓને કહ્યું, 'ઝઘડો થાય તો મર્ડર કરીને આવજો, બાકી હું ફોડી લઈશ'

અંજુમાન અકાફ જામા મસ્જિદના પ્રબંધ સમિતીએ આ ઘટનાની નિંદા કરી છે. જ્વાઇન્ટ રેસિસટાંસ લીડરશિપ (જેઆરએલ)ના બેનર અંતરગત અલગાવવાદીઓએ પણ આ ઘટનાની નિંદા કરી છે. જેઆરએલમાં મીરવાઇજ સૈયદ અલી ગિલાની અને મોહમ્મદ યાસિન માલિક પણ સામેલ છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More