Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રઃ સત્તા પરિવર્તન બાદ હવે પરિવાર પર નજર? ઠાકરે પરિવારની પુત્રવધૂ સીએમ શિંદેને મળી

Maharashtra Political Crisis: આજે ઠાકરે પરિવારની પુત્રવધુએ મુખ્યમંત્રી શિંદે સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે એકનાથ શિંદેએ ઠાકરે જૂથથી અલગ થઈને નવી સરકાર બનાવી છે અને ભાજપનું સમર્થન લીધુ છે. 

મહારાષ્ટ્રઃ સત્તા પરિવર્તન બાદ હવે પરિવાર પર નજર? ઠાકરે પરિવારની પુત્રવધૂ સીએમ શિંદેને મળી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયા બાદ પણ રાજકીય સંગ્રામ સતત ચાલી રહ્યો છે. શિવસેનામાં પણ ભંગાણના સમાચાર સામે આવ્યા. તેવામાં હવે ઠાકરે પરિવારની પુત્રવધુએ નવા મુખ્યમંત્રી એકનાથ શિંહે સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે એકનાથ શિંદે જૂથે અલગ થઈને નવી સરકાર બનાવી છે અને ભાજપનું સમર્થન લીધુ છે. પહેલા ઠાકરે જૂથ ભાજપ વિરુદ્ધ સરકાર ચલાવી રહ્યું હતું અને બાદમાં શિંદેએ તેની સાથે મળીને નવી સરકાર બનાવી લીધી છે. 

fallbacks

બળવાખોરની સાથે વહુ!
સ્મિતા ઠાકરેની શિંદે સાથે મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ખુબ ચર્ચાઓ થવા લાગી છે. પરંતુ આ વચ્ચે સ્મિતા ઠાકરેએ કહ્યું કે એકનાથ શિંદે જૂના શિવસૈનિક છે, તેથી મુખ્યમંત્રી બનવા પર આજે તેમને શુભેચ્છા આપવા આવી હતી. 

આ પણ વાંચોઃ BJP Leader Arrest: વેશ્યાલય ચલાવવાના આરોપમાં મેઘાલય ભાજપ નેતાની યુપીથી ધરપકડ  

સવાલોનો આપ્યો જવાબ
ત્યારબાદ સ્મિતાને પૂછવામાં આવ્યું કે તમે ઠાકરે પરિવારના સભ્યો છે અને આજે જે રાતનીતિ ચાલી રહી છે, તેમાંથી તમે એકનાથ શિંદેને મળવા આવ્યા છો? તેના જવાબમાં સ્મિતા ઠાકરેએ કહ્યું કે હું તેમને પહેલાથી જાણુ છું. તે જે ખુરશી પર બેઠા છે તેનો હું આદર કરુ છું. તેમનું કામ પણ હું જાણુ છું અને શિવસેનામાં તેમણે કેટલું કામ કર્યું છે, તે પણ જાણુ છું. મેં પરિવાર નથી જોયો બસ તેમને શુભેચ્છા આપવા આવી છું. 

ક્યા જૂથમાં છે સ્મિતા ઠાકરે?
ત્યારબાદ જ્યારે સ્મિતા ઠાકરેને પૂછવામાં આવ્યું કે શિવસેનામાં ઠાકરે જૂથ અને શિંદે જૂથ થઈ ગયા છે, તેવામાં તે કોની સાથે છે? તો સ્મિતા ઠાકરેએ કહ્યું કે તે હવે રાજનીતિમાં નથી અને સમાજસેવા કરે છે. 

આ પણ વાંચોઃ National Herald Case: આજે સોનિયા ગાંધીની છ કલાક પૂછપરછ, EDએ કાલે ફરી બોલાવ્યા

શું છે ઠાકરે પરિવાર સાથે કનેક્શન?
ઉલ્લેખનીય છે કે સ્મિતા ઠાકરે બાલ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરેની પહેલી પત્ની હતી અને તે એક સમયે બાલા સાહેબની ખુબ નજીક હતી. હવે તે અલગ રહે છે અને સક્રિય રાજનીતિમાં છે. સ્મિતા ઠાકરે હાલ ફિલ્મ પ્રોડક્શન કંપની ચલાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More