Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં લગાવાયું માત્ર 10 સેકન્ડમાં સેનેટાઈઝ કરતું મશીન, આ રીતે કરે છે કામ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1078 કેસ સામે આવ્યા છે. ત્યારે વાયરસના કારણે 64 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે ઠાણે નગર નિગમની મુખ્ય ઓફિસે ઓટોમેટિક સેનેટાઇઝ કરતું મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે, જો કોઇ વ્યક્તિ તેની અંદરથી પસાર થયા છે. તો માત્ર 10 સેકન્ડમાં મશીન તેને સેનેટાઈઝ કરી દેશે.

મહારાષ્ટ્રમાં લગાવાયું માત્ર 10 સેકન્ડમાં સેનેટાઈઝ કરતું મશીન, આ રીતે કરે છે કામ

કપિલ રાઉત, થાણે: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1078 કેસ સામે આવ્યા છે. ત્યારે વાયરસના કારણે 64 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે ઠાણે નગર નિગમની મુખ્ય ઓફિસે ઓટોમેટિક સેનેટાઇઝ કરતું મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે, જો કોઇ વ્યક્તિ તેની અંદરથી પસાર થયા છે. તો માત્ર 10 સેકન્ડમાં મશીન તેને સેનેટાઈઝ કરી દેશે.

fallbacks

નગર નિગમની મુખ્ય ઓફિસે આવતા પ્રત્યેક વ્યક્તિને આ મશીનમાંથી પસાર થવું પડશે. પ્રયોગિક રૂપે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઓટોમેટિક મશીન માટે 500 લિટર પાણીની ટાંકી લગાવવામાં આવી છે. સાથે 0.5 ટકા ટોલિમેરિક બેક્યૂનાઈડ હાડ્રોક્લોરાઈડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મશીન વ્યક્તિને માથાથી લઇને પગ સુધી સેનેટાઈઝ કરે છે.

તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પોતાનો જીવ જોખમમાં નાખી દિવસ રાત તેનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મુંબઇની એક પ્રાઇવેટ જસલોક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફના 21 લોકો કોરોનો પોઝિટીવ આવ્યા છે. ત્યારબાદ હોસ્પિટલે તાત્કાલીક પ્રભાવથી તેમની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. જો કે, જસલોક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલી રહી છે.

જસલોક હોસ્પિટલના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસરે ઝી મીડિયા સાથે એક્સક્લૂઝિવ વાતચીતમાં કહ્યું, 13 એપ્રિલથી હોસ્પિટલનું કામકાજ નિયમિત રીત શરૂ કરવામાં આવશે. 2 અઠવાડીયા પહેલા એક કોરોના પોઝિટીવ દર્દી હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેની  સારવાર દરમિયાન અમારા સ્ટાફના કેટલાક લોકો કોવીડિ 19થી સંક્રમિત થયા છે. 10 દિવસમાં અમે સ્ટાફનો 1000થી પણ વધારે ટેસ્ટ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More