Home> India
Advertisement
Prev
Next

Nobel Prize 2021: અબ્દુલરજક ગુરનાહને મળ્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર, આ ખાસ કારણથી મળ્યું સન્માન

વર્ષ 2021 નો સાહિત્ય નોબેલ પુરસ્કાર તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Nobel Prize 2021: અબ્દુલરજક ગુરનાહને મળ્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર, આ ખાસ કારણથી મળ્યું સન્માન

નવી દિલ્હી: વર્ષ 2021 નો સાહિત્ય નોબેલ પુરસ્કાર તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને આપવાની જાહેરાત કરવામાં આવી છે. અબ્દુલરજાકને ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના કરૂણામય ચિત્રણને લઇને સન્માનિત કરવામાં આવ્યા છે. 

fallbacks

અબ્દુલરજક ગુરનાહનો જન્મ 1948 માં થયો હતો અને તેમનો ઉછેર જંજીબાર દ્વીપ પર થયો હતો. પરંતુ 1960 ના દાયકાના અંતમાં એક શરણાર્થીના રૂપમાં તે ઇગ્લેંડ પહોંચ્યા. ગુરનાહના ચોથા ઉપન્યાસ 'પૈરાડાઇઝ'  (1994) એ તેમને એક લેખકના રૂપમાં ઓળખ અપાવી હતી. તેમણે 1990ની આસપાસ પૂર્વી આફ્રીકાની એક શોધ યાત્રા દરમિયાન આ લખી હતી. આ એક દુખદ પ્રેમ કહાની છે જેમાં વિભિન્ન દુનિયા અને માન્યતા એકબીજા સાથે ટકરાઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More