Home> India
Advertisement
Prev
Next

PM મોદીના હૈદરાબાદ પ્રવાસ દરમિયાન રાજ્યના CM રહ્યા ગાયબ, BJP એ ગણાવ્યું અપમાન

તેલંગણા રાષ્ટ્ર સમિતિ (Telangana Rashtra Samithi) અને ભારતીય જનતા પાર્ટીમાં વધતી તનાતની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ગાયબ રહ્યા.

PM મોદીના હૈદરાબાદ પ્રવાસ દરમિયાન રાજ્યના CM રહ્યા ગાયબ, BJP એ ગણાવ્યું અપમાન

હૈદરાબાદ: તેલંગણા રાષ્ટ્ર સમિતિ (Telangana Rashtra Samithi) અને ભારતીય જનતા પાર્ટીમાં વધતી તનાતની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ગાયબ રહ્યા. તેમણેક હ્યું કે તેઓ સ્વસ્થ નથી એટલે તેઓ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સામેલ થઈ શક્યા નહીં. 

fallbacks

KCR એ પીએમ મોદીનું અપમાન કર્યુ?
તેમની ગેરહાજરી પર ભાજપે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે KCR પ્રોટોકોલનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા અને આરોપ લગાવ્યો કે તેમણે પ્રધાનમંત્રીનું અપમાન કર્યું. મુખ્યમંત્રી રાવના પ્રધાનમંત્રીના કાર્યક્રમોમાં સામેલ ન થવા પર સ્પષ્ટીકરણ આપતા ટીઆરએસ પાર્ટીએ પોતાના ટ્વિટર પેજ પર લખ્યું કે મુખ્યમંત્રી માટે એક ખાનગી પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીનું નેતૃત્વ કરવું જરૂરી હોતું નથી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, અંગત પ્રવાસ પર પ્રધાનમંત્રીનું નેતૃત્વ કરવું મુખ્યમંત્રી માટે જરૂરી હોતુ નથી. તે સંપૂર્ણ રીતે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રોટોકોલ મુજબ છે જેને ગૃહ મંત્રાલયે માન્યતા આપી છે. તેલંગણા ભાજપે આ સસ્તા અને ભ્રામક હથકંડા રોકવા જોઈએ. 

7 કલાક રાજ્યમાં રહ્યા પીએમ મોદી
અત્રે જણાવવાનું કે  પીએમ મોદી 11મી સદીના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ ઈક્વલિટી(Statue of Equality) રાષ્ટ્રને સમર્પિત ક રવા માટે અને અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધીય માટે આંતરરાષ્ટ્રીય પાક અનુસંધાન (ICRISAT) ની 50મી વર્ષગાઠ સમારોહની શરૂઆત કરવા માટે ગયા હતા. તેઓ લગભગ 7 કલાક સુધી રાજ્યમાં રહ્યા. ICRISAT ના પ્રવાસ દરમિયાન પીએમ મોદી એક ખેતરમાંથી ચણા તોડતા અને તેને ખાતા જોવા મળ્યા હતા. 

ICRISAT 50th Anniversary:બદલાયેલા ભારતનું એક મહત્વપૂર્ણ પક્ષ છે ડિજિટલ એગ્રીકલ્ચર: પીએમ મોદી

તમામ નેતાઓ રહ્યા હાજર
પીએમ મોદીએ રામાનુજાચાર્યની પ્રતિમા સ્થળ પર યજ્ઞશાળામાં વિશેષ પૂજા-અર્ચના કરી અને પંડિતોના આશીર્વાદ લીધા. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ ICRISAT ના કાર્યક્રમને સંબોધિત કર્યો. રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન, કેન્દ્રીય પર્યટનમંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના મંત્રી તલસાની શ્રીનિવાસ યાતવ તે વીઆઈપીઓમાં સામેલ હતા જેમણે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું. 

Statue of Equality Inauguration: શમશાબાદમાં પીએમ મોદીએ રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ

પીએમ સાથે ન જોવા મળતા વિવાદ
KCR ના અધિકૃત નિવાસ સ્થાન પ્રગતિ ભવનના સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રીની તબિયત ઠીક નથી. કારણ કે તેમને તાવ છે. સૂત્રોએ સંકેત આપ્યા હતા કે રાવ શ્રી રામાનુજાચાર્ય કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. જો કે તેઓ મંચ પર જોવા મળ્યા નહીં. મુખ્યમંત્રી કાર્યાલયના એક પત્રમાં જણાવવામાં આવ્યું કે તલસાની શ્રીનિવાસ યાદવ આજે પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીના આગમન અને પ્રસ્થાનના સમયે તેમનું સ્વાગત કરશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More