Home> India
Advertisement
Prev
Next

દેશમાં ક્રિપ્ટોકરન્સીને મળશે મંજૂરી? સંસદના શિયાળુ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ

'ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021' માં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર થનારી સત્તાવાર ડિજિટલ કરન્સીના ક્રિએશન માટે એક ફ્રેમવર્ક બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. 
 

દેશમાં ક્રિપ્ટોકરન્સીને મળશે મંજૂરી? સંસદના શિયાળુ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ

નવી દિલ્હીઃ સરકાર ક્રિપ્ટોકરન્સી પર બિલને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરશે. આ બિલનું નામ 'ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021' છે. આ બિલમાં દેશમાં તમામ પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. તેવામાં જો આ બિલ સંસદમાં પાસ થાય તો બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનાર માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. પરંતુ તે માંગ પણ કરવામાં આવી છે કે અંતર્ગત ટેકનોલોજી અને તેના ઉપયોગોને પ્રોત્સાહન આપવા માટે અમુક અપવાદોને મંજૂરી આપવામાં આવી શકે છે.

fallbacks

એક સત્તાવાર દસ્તાવેજથી મળેલી જાણકારી પ્રમાણે, 'ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021'માં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર થનારી સત્તાવાર ડિજિટલ કરન્સીના ક્રિએશન માટે એક ફ્રેમવર્ક બનાવવાની માંગ કરવામાં આવી છે. 

હાલમાં થઈ હતી સંસદીય સમિતિની બેઠક
આ પહેલા ભાજપ નેતા જયંત સિન્હાની અધ્યક્ષતાવાળી એક સંસદીય સમિતિએ વિભિન્ન હિતધારકોની સાથે ક્રિપ્ટો ફાઇનાન્સ અને ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) ના ગુણ-દોષ પર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ક્રિપ્ટો એક્સચેન્જોના પ્રતિનિધિઓ, બ્લોક ચેન અને ક્રિપ્ટો એસેટ્સ કાઉન્સિલ, ઉદ્યોગ એકમોની સાથે-સાથે શિક્ષણવિદો અને અન્ય હિતધારકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઘણા સભ્યોએ ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની જગ્યાએ તેના બજારને રેગુલેટ કરવાના પક્ષમાં હતા. સમિતિની બેઠકના થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીએ પણ ક્રિપ્ટો કરન્સીના મુદ્દા પર વિવિધ મંત્રાલયો અને રિઝર્વ બેન્કના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. 

આ પણ વાંચોઃ કૃષિ કાયદાની વાપસીને લઈને PM મોદી એક્ટિવ, બુધવારે બિલને મળશે કેબિનેટની મંજૂરી  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More