Home> India
Advertisement
Prev
Next

‘હિન્દુ આંતકી’વાળા નિવેદન પર કમલ હાસન સામે ગુનાહિત ફરિયાદ પર સુનાવણી આજે, FIR નોંધાવવા માગ

અભિનેતાથી નેતા બનેલા કમલ હાસનની સામે ગુનાહિત ફરિયાદ પર પટિયાલા હાઉસ કોર્ટ આજે સુનાવણી કરશે. હકિકતમાં હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ફરિયાદમાં આઇપીસીની ધારા 153એ અંતર્ગત કમલ હાસન સામે મુકદ્દમો દાખલ કરવા માગ કરી છે.

‘હિન્દુ આંતકી’વાળા નિવેદન પર કમલ હાસન સામે ગુનાહિત ફરિયાદ પર સુનાવણી આજે, FIR નોંધાવવા માગ

નવી દિલ્હી: અભિનેતાથી નેતા બનેલા કમલ હાસનની સામે ગુનાહિત ફરિયાદ પર પટિયાલા હાઉસ કોર્ટ આજે સુનાવણી કરશે. હકિકતમાં હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ફરિયાદમાં આઇપીસીની ધારા 153એ અંતર્ગત કમલ હાસન સામે મુકદ્દમો દાખલ કરવા માગ કરી છે. તમને જણાવી દઇએ કે તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરતા સમયે કમલ હાસને કહ્યું હતું કે, આઝાદ ભારતનો પહેલો આતંકવાદી એક હિન્દુ હતો. મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેની તરફ ઇશારો કરતા કમલ હાસને કહ્યું હતું કે, તેઓ એક હિન્દુ આતંકવાદી હતા.

fallbacks

વધુમાં વાંચો:- PM મોદી આજથી 2 દિવસ વારાણસીના પ્રવાસે, પૂર્વાંચલમાં કરશે 3 રેલી

તમિલનાડુના કરૂર જિલ્લાની અરિવાકુરિચી વિધાનસભા બેઠક પેટાચૂંટણી માટે પ્રચાર દરમિયાન કમલ હાસને કહ્યું હતું કે, આઝાદ ભારતનો પહેલો આતંકવાદી એક હિન્દુ હતો અને તેનું નામ નાથૂરામ ગોડસે હતું. હું આ એટલા માટે નથી કહી રહ્યો કેમકે અહીં ઘણા બધા મુસ્લિમ હાજર છે. હું મહાત્મા ગાંધીની મૂર્તિની સામે ઉભો રહીને આ કહી રહ્યો છું.

વધુમાં વાંચો:- જમ્મૂ-કાશ્મીર: પુલવામામાં સુરક્ષા દળોએ ઠાર માર્યા 2 આતંકી, 1 જવાન શહીદ, 3 ઘાયલ

મક્કલ નીધિ મૈયમ (એમએનએમ)ના પ્રમુખ કમલ હાસન આ બેઠકથી પાર્ટીના ઉમેદવા એસ.મોહનરાજ માટે પ્રચાર કરી રહ્યાં હતા. તે દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે કમલ હાસને આ પ્રકારની કોઇ ટિપ્પણી કરી હોય, આ પહેલા પણ તેઓ 2017માં હિન્દુ આતંકવાદ પર નિવેદન આપી વિવાદોમાં આવ્યા હતા.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More