Home> India
Advertisement
Prev
Next

NEET UG 2021 Date: શિક્ષણ મંત્રીએ નીટની પરીક્ષાની તારીખ જાહેર કરી, મંગળવારથી થઈ શકશે અરજી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટની તારીખો જાહેર કરી છે. આ પરીક્ષા 12 સપ્ટેમ્બરે યોજાશે. 
 

NEET UG 2021 Date: શિક્ષણ મંત્રીએ નીટની પરીક્ષાની તારીખ જાહેર કરી, મંગળવારથી થઈ શકશે અરજી

નવી દિલ્હીઃ NEET 2021 date : મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું આયોજન 12 સપ્ટેમ્બરે થશે. તે માટે વિદ્યાર્થીઓ મંગળવાર (13 જુલાઈ) સાંજે 5 કલાકથી ntaneet.nic.in પર જઈને અરજી કરી શકશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ જાહેરાત કરી છે. આ પહેલા નીટનું આયોજન 1 ઓગસ્ટે થવાનું હતું પરંતુ કોરોના મહામારીને કારણે મેડિકલ પ્રવેશ પરીક્ષા અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ મેન બંનેનો કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો છે. 

fallbacks

શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ કે પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવા માટે 198 શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ વધારવામાં આવી છે. કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા માટે બધા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર ફેસ માસ્ક આપવામાં આવશે. તેની એન્ટ્રી અને એક્ઝિટ દરમિયાન કોન્ટેક્ટલેસ રજીસ્ટ્રેશન, પ્રોપર સેનેટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે. 

આ તારીખે લેવાશે જેઈઈ મેનની પરીક્ષા
JEE Main પરીક્ષાનો ત્રીજો તબક્કો 20 જુલાઈથી 25 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. તેવી જ રીતે, JEE Main ની ચોથા તબક્કાની પરીક્ષાઓ 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More