Home> India
Advertisement
Prev
Next

ભારતમાં Metro Citiesથી પણ વધારે ગુજરાતના આ શહેરમાં મળી રહી છે નોકરીઓ, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

LinkedIn Report: નોકરીઓ અને આર્થિક વિકાસ અંગે લિંક્ડઇનનો એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ભારતના મેટ્રો શહેરો કરતાં આ નાના શહેરોમાં નોકરીની વધુ તકો છે. આ શહેરો ફક્ત સ્થાનિક પ્રતિભાઓને તકો પૂરી પાડી રહ્યા નથી, પરંતુ દેશના આર્થિક પરિદ્રશ્યને બદલવા માટે પણ કામ કરી રહ્યા છે.

ભારતમાં Metro Citiesથી પણ વધારે ગુજરાતના આ શહેરમાં મળી રહી છે નોકરીઓ, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

LinkedIn Report: ભારતની વસ્તી આજે વિશ્વમાં સૌથી વધુ છે, અને આવી સ્થિતિમાં દેશની અંદર રોજગારની તકો ખૂબ જ મર્યાદિત જોવા મળી રહી છે. જ્યાં પહેલા લોકોને રોજગાર માટે મોટા શહેરોમાં જવું પડતું હતું. હવે LinkedInના નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારતમાં મેટ્રોપોલિટન શહેરો કરતા પણ વધારે રોજગારની તકો બિન-મહાનગર શહેરોમાં ઝડપથી વધી રહી છે. મંગળવારે જાહેર થયેલા પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇનના 'સિટીઝ ઓન ધ રાઇઝ' રિપોર્ટ અનુસાર, વિશાખાપટ્ટનમ, રાંચી, વિજયવાડા, નાસિક અને રાયપુર જેવા ટાયર-2 અને ટાયર-3 શહેરો ઝડપથી પ્રોફેશનલ હબ તરીકે ઉભરી રહ્યા છે, જ્યાં લોકો માટે નવી કારકિર્દીની તકો ઉભી થઈ રહી છે.

fallbacks

આ રિપોર્ટમાં રાજકોટ, આગ્રા, મદુરાઈ, વડોદરા અને જોધપુર જેવા શહેરોને ઉભરતા ડેવલપમેન્ટ સેન્ટર તરીકે પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ શહેરો એવા કાર્યકારી વ્યાવસાયિકો માટે હવે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે જેઓ નવા ઉદ્યોગોમાં પોતાનો હાથ અજમાવવા માંગે છે અને પોતાની કારકિર્દીને સ્થાનિક સ્તર પર વિકસાવવા માંગે છે અથવા ટ્રાન્સફર શોધી રહ્યા છે.

અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, જન્માષ્ટ્રમીની મજા પર ફરી શકે છે પાણી!

કેન્દ્ર અને રાજ્ય સરકારોનું યોગદાન
આ રિપોર્ટમાં આ ઉભરતા શહેરોની સફળતાનો શ્રેય કેન્દ્ર અને રાજ્ય સરકારોની સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપતી નીતિઓને આપવામાં આવ્યો છે. લિંક્ડઇનના કારકિર્દી નિષ્ણાત અને ભારતના સિનિયર મેનેજિંગ એડિટર નિરજીતા બેનર્જીએ જણાવ્યું કે, "ટાયર-2 અને ટાયર-3 શહેરો હવે ભારતના આર્થિક પરિવર્તનના કેન્દ્રો બની ગયા છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC)માં રોકાણ, સ્થાનિક MSME ક્ષેત્રની તેજી અને સરકારનું 'વિકસિત ભારત'નું વિઝન નાના શહેરોને કારકિર્દી કેન્દ્રોમાં બદલી રહ્યું છે." તેમણે વધુમાં કહ્યું કે, "આનો અર્થ એ છે કે હવે ઘણા ભારતીયો માટે સાર્થક કારકિર્દી પ્રગતિ માટે મોટા શહેરોમાં જવાની જરૂરત નથી. આ 10 ઉભરતા શહેરો ઉદ્યોગો, કાર્યક્ષેત્રો અને ભૂમિકાઓમાં નવી તકો પ્રદાન કરી રહ્યા છે."

18 વર્ષ બાદ બનશે મંગળ અને બુધનો દુર્લભ સંયોગ, આ 3 રાશિઓને કરશે માલામાલ!

ટેકનોલોજી, ફાર્મા અને ફાઇનાન્સ ક્ષેત્રની ભૂમિકા
આ રિપોર્ટમાં ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ અને નાણાકીય કંપનીઓનો ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં વધતો પ્રભાવ પર જોર આપવામાં આવ્યું છે. ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના આ યુગમાં ટેક કંપનીઓ આ શહેરોમાં તેમના એકમો સ્થાપી રહી છે, જેનાથી સ્થાનિક પ્રતિભાની માંગ વધી રહી છે. વિશાખાપટ્ટનમ અને વડોદરામાં આરોગ્યસંભાળ અને ફાર્મા કંપનીઓ નવી તકો ઊભી કરી રહી છે, જ્યારે રાયપુર, આગ્રા અને જોધપુરમાં મોટી બેન્કો નાણાકીય સેવા ક્ષેત્રનો વિસ્તાર કરી રહી છે.

જ્યારે હેમા માલિનીને 'રામાયણ'ના આ કલાકારે ગાલ પર મારી હતી 20 થપ્પડ, કારણ જાણીને થઈ જશો હેરાન

કયા ક્ષેત્રમાં છે સૌથી વધુ તકો?
રિપોર્ટ મુજબ, નાશિક, રાયપુર, રાજકોટ, આગ્રા, વડોદરા અને જોધપુર જેવા છ શહેરો વ્યવસાય વિકાસમાં સૌથી વધુ નોકરીઓ પૂરી પાડી રહ્યા છે. જ્યારે વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને મદુરાઈમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સૌથી વધુ નોકરીઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત વેચાણ, ઓપરેશન્સ અને શિક્ષણ જેવા ક્ષેત્રો પણ આ શહેરોમાં વ્યાવસાયિકો માટે આકર્ષક તકો પૂરી પાડી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More