નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં ત્રીજા અને સૌથી મોટા ચરણનું મતદાન આજે (23 એપ્રિલ) 13 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો પર 116 સીટો પર થશે. જેમાં ગુજરાત સહિત કેરળની સીટોનો પણ સમાવેશ થાય છે. સાત તબક્કાના સૌથી મોટા ત્રીજા તબક્કામાં મહત્વના ઉમેદવારોમાં બીજેપીના અઘ્યક્ષ અમિત શાહ. કોંગ્રેસના અઘ્યક્ષ રાહુલગાંધી અને કેન્દ્રીય મંત્રીનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં સપાના નેતા મુલાયમ સિંહ યાદવના પરિવારના ચાર સભ્યોનું ભવિષ્ય પણ ઇવીએમમાં કેદ થશે.
14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 116 સીટોમાંથી 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અને તેના સહયોગી દળોએ 66 સીટો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગી દળોએ 27 સીટો પર જીત મેળવી હતી. જ્યારે બાકીની સીટો અપક્ષ દ્વારા જીતવામાં આવી હતી.
ત્રીજા ચરણના મતદાનમાં આશરે 18.56 કરોડ મતાદરો તેમના મતદાનનો ઉપયોગ કરશે. ચૂંટણી કમીશને આશરે 2.10 લાખ મતદાર કેન્દ્ર બનાવ્યા છે. અને સુરક્ષાને લઇને પણ મહત્વની વ્યવસ્થા કરી છે. ગુજરાતના ગાંધીનગરમાંથી બીજેપી અધ્યક્ષ અમિત શાહ મેદાને છે. જે પહેલા બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડીને લોકસભા પહોંચતા હતા.
વાયનાડ સીટ પર પણ તમામની નજર
કેરલની વાયનાડ સીટ પરથી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. માટે આ સીટ પર તમામની નજર રહેલી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર કેરલની તિરુવનંતપુરમ પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમની સામે બીજેપીના પૂર્વ રાજ્યપાલ રાજશેખર ચૂંટણી લડી રહ્યા છે. કર્નાટકમાં એચડી કુમારસ્વામી નીત કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન સરકાર માટે પરીક્ષા છે.
ઉત્તર પ્રદેશમાં સપાના નેતા મુલાયમ સિંહ યાદવના પરિવારના ચાર સભ્યોનું ભવિષ્ય પર ઇવીએમમાં કેદ થશે. મુલાયમ, અને તેમના ભત્રીજા ધમેન્દ્ર યાદવ અને અક્ષય યાદવ ફરી લોકસભા પહોચવા માટેનો પ્રયત્ન કરશે. આ સિવાય સપાના આજમ ખાન અને ફિલ્મ અભિનેત્રી તથા બીજેપીના જયા પ્રદા પર પણ મહત્વની નજર રહેશે. ઉત્તર ગોવાના કેન્દ્રીય મંત્રી આયુષ મંત્રી શ્રીપાદ યેસો નાઇક ફરી મેદાને છે.
બિહારમાં પાંચ લોકસભા સીટો પર આજે થશે મતદાન
બિહારની પાંચ લોકસભા બેઠકો પર આજે મતદાન થશે જેમાં ચાર પર વર્તમાન સાંસદ પપ્પુ યાદવ (મધેપુરા), તેમની પત્ની રંદીક રંજન (સુપૌલ), સરફરાજ આલમ (અરરિય) અને મહબુબ અલી કૈસર (ખગડિયા)છે. ઓડિસાની 6 સીટો પર મુખ્ય મુકાબલો રાજ્યમાં સત્તારુઢ વીઝદ અને બીજેપી વચ્ચે થશે. 2014ની લોકસભા ચૂંટણીમાં તમામ સીટો બીજદના ખાતામાં ગઇ હતી. પશ્ચિમ બંહાળની બાલુરઘાટ, માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જંગીપૂર અને મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસની સરખામણીએ બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે