Home> India
Advertisement
Prev
Next

સાવધાન! આ વાંચ્યા બાદ તમે Mobile Number બદલતાં પહેલાં કરશો 1000 વાર વિચાર

સોશિયલ મીડિયા પર પણ આ ખૌફનાક મોબાઇલ નંબર (Haunted phone number) ને લઇને ચર્ચાઓ થઇ રહી છે. આ મોબાઇલ નંબરને અત્યાર સુધી જેણે ઉપયોગ કર્યો છે તેનું મોત થઇ ગયું છે. 

સાવધાન! આ વાંચ્યા બાદ તમે Mobile Number બદલતાં પહેલાં કરશો 1000 વાર વિચાર

નવી દિલ્હી: અત્યાર સુધી ડરે ડરામણી જગ્યાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય કોઇ ડરામણા ફોન નંબર વિશે સાંભળ્યું છે? આજે તમને જણાવી રહ્યા છીએ કે એક એવા જ ડરામણા મોબાઇલ નંબર (Haunted phone number) વિશે જેના વિશે જાણીને તમે આશ્વર્ય પામશો. આ વાંચ્યા બાદ તમે તમારો મોબાઇલ નંબર બદલશો નહી, જો બદલતાં પહેલાં હજાર વાર વિચાર કરશો. 

fallbacks

PHOTO: Katrina Kaif એ ભૂલથી શેર કરી દીધી બોયફ્રેન્ડની તસવીરો, ઓહો! આ છે

10 વર્ષથી ચાલી રહ્યો છે આ સિલસિલો
આજ સુધી આ નંબરને જેણે ઉપયોગ કર્યો છે, તેણે મોતને ગળે લગાવી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોબાઇલ નંબરનો જે વ્યક્તિએ ઉપયોગ કર્યો તેનું મોત થઇ ગયું છે. આ સિલસિલો થોડા દિવસોથી નહી પરંતુ ગત 10 વર્ષથી ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ ખૌફનાક મોબાઇલ નંબર (Haunted phone number) ને લઇને ચર્ચાઓ થઇ રહી છે. આ મોબાઇલ નંબરને અત્યાર સુધી જેણે ઉપયોગ કર્યો છે તેનું મોત થઇ ગયું છે. 

ઈંડાનું સેવન કરવામાં ભૂલ થઈ તો પેટ ભરીને પસ્તાશો

અત્યાર સુધી ત્રણ વાર થઇ ચૂકી છે ઘટના
જોકે આ ઘટના એકવાર જ નહી. અત્યાર સુધી ત્રણ વાર આવી ઘટનાઓ થઇ ચૂકી છે. આ નંબરને અત્યાર સુધી ત્રણ લોકોએ ખરીદ્યો છે જેમનું મોત થઇ ગયું. આ ઘટના બુલ્ગારિયા (Bulgaira) ની છે. તમને જણાવી દઇએ કે સૌથી પહેલાં આ નંબરને મોબીટેલ કંપનીના સીઇઓ ખરીદ્યો હતો. કંપનીના સીઇઓ વ્હાદમીર હેસનોવ (Vladimir Gesanov)એ મોબાઇલ નંબર 0888888888 ને સૌથી પહેલાં પોતાના માટે ઇશ્યૂ કરાવ્યો હતો. 

હવે મહિલાઓએ નહીં લેવી પડે 'ગોળી', પ્રેગ્નેન્સી રોકવા માટે આવી રહી છે Male Pill

મોબાઇલ નંબર બન્યો જીવનો દુશ્મન
તેના થોડા દિવસ બાદ વ્લાદમીર ગેસનોવ (Vladimir Gesanov)ને કેન્સરનું થઇ હતું અને વર્ષ 2001માં તેમનું મોત થઇ ગયું. પરંતુ કહે કેન્સરથી મોત થવાની અફવા તેમના દુશ્મનોએ ફેલાવી હતી, જ્યારે મોતનું કારણ બીજું જ હતું. કેટલાક મીડિયા સંસ્થાઓનું માનીએ તો આ મોબાઇલ નંબર તેમના જીવનો દુશમન બન્યો હતો. 

ત્યારબાદ આ મોબાઇલ નંબરને ડિમેત્રોવ (Dimetrove) નામના એક કુખ્યાત ડ્રગ ડીલરે લીધો. ત્યારબાદ ડિમેત્રોવને વર્ષ 2003માં એક રશિયન માફિયાએ મારી દીધો. ડિમેત્રાવનો ડ્રગ કારોબાર 500 મિલિયનનો હતો. મોતના સમયે આ નંબર ડિમેત્રોવ પાસે જ હતો. ત્યારબાદ પણ આ મોતનો દૌર બંધ થયો નહી. 

ભૂતિયા નંબરને કરી દેવામાં આવ્યો સસ્પેંડ 
ડિમેત્રોવની મોત બાદ આ નંબર બુલ્ગારિયાના એક વેપારી ડિસલિવે ખરીદ્યો. નંબર લીધાના થોડા જ દિવસ બાદ ડિસલિવને વર્ષ 2005માં બુલ્ગારિયાની રાજધાની સોફિયામાં મારી દેવામાં આવ્યો. ડિસલિવ એક કોકીન ટ્રાફિકિંગ ઓપરેશન પણ ચલાવતો હતો. આ પ્રકારે આ ભૂતિયા નંબર એક પછી એક ત્રણ જીવ લીધા. જોકે ત્રણ મોત થયા બાદ આ અંબરને વર્ષ 2005માં સસ્પેંડ (Haunted Phone Number Suspended) કરી દેવામાં આવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More