Home> India
Advertisement
Prev
Next

અત્યંત વિચિત્ર બીમારી, આ વ્યક્તિ નાકની બરાબર સામે રાખે છે મોબાઈલ ફોન, અને પછી....

ધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના એક નાનકડા ગામ બંધનપુરામાં રહેતો ટિલ્લુ આજકાલ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે.

અત્યંત વિચિત્ર બીમારી, આ વ્યક્તિ નાકની બરાબર સામે રાખે છે મોબાઈલ ફોન, અને પછી....

વિરેન્દ્ર બાશિંદે, બડવાની: મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના એક નાનકડા ગામ બંધનપુરામાં રહેતો ટિલ્લુ આજકાલ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. અત્રે જણાવવાનું કે ટિલ્લુ જે કારણથી ચર્ચામાં છે તે જાણીને તમને પણ ખુબ નવાઈ લાગશે. વાત જાણે એમ છે કે ટિલ્લુનો દાવો છે કે તેને કાનથી નહીં પરંતુ નાકથી સંભળાય છે. લોકોને જેવી ખબર પડી કે ટિલ્લુને કાનની જગ્યાએ નાકથી સંભળાય છે કે આસપાસના લોકોમાં વાત ફેલાતી ગઈ. ટિલ્લુના ઘરવાળાનું કહેવું છે કે તેના બંને કાનના છિદ્રો નાનપણથી જ બંધ છે. જેના કારણે તેને પહેલા સંભળાતુ હતું પરંતુ બહુ જ ઓછુ. પરંતુ થોડા દિવસ પહેલા તો તેને સંભળાવવાનું બિલકુલ બંધ થઈ ગયું. ત્યારબાદ ટિલ્લુને નાકથી સંભળાવવા લાગ્યું. 

fallbacks

MP: ભાજપના આ MLA ઝૂંપડીમાં રહે છે, લોકો ફાળો ભેગો કરીને બનાવી રહ્યાં છે ઘર 

શરૂઆતમાં તો ટિલ્લુને ખુબ મુશ્કેલી થઈ પરંતુ ત્યારબાદ તેને આદત પડી ગઈ. મોબાઈલના યુગની શરૂઆત સાથે જ ટિલ્લુ મોબાઈલને નાક સામે રાખીને લોકો સાથે વાત કરવા લાગ્યો. ટિલ્લુનો દાવો છે કે તેને કાનની જગ્યાએ નાકની સામે મોબાઈલ રાખવાથી વધુ સારી રીતે સંભળાય છે. તેને કાનની જગ્યાએ નાકથી સંભળાય છે. ધીરે ધીરે આ વાત ફેલાતી ગઈ અને લોકોમાં એટલી લોકપ્રિય થઈ કે લોકો ટિલ્લુને મળવા અને તેને નાકથી વાત  કરતો જોવા માટે આવવા લાગ્યાં. 

ગડકરીના નિવેદનથી રાજકીય ભૂકંપ, ઓવૈસી બોલ્યા-'પીએમ મોદીને અરીસો દેખાડી રહ્યાં છે'

ટિલ્લુના પરિજનો કહે છે કે તેને મળવા આવતા લોકો  કહે છે કે આવો વ્યક્તિ તેમણે પહેલીવાર જોયો. આ સાથે જ પરિજનોનું અને ટિલ્લુનું પણ માનવું છે કે તેને કાનની જગ્યાએ નાકથી સંભળાય છે. આ બાજુ નાક કાન ગળાના વિશેષજ્ઞ ડોક્ટર અનીતા સિંગારે કહે છે કે નાકથી સાંભળવું શક્ય જ નથી. કારણ કે નાક અને કાનની ઈન્દ્રિયો અલગ અલગ હોય છે. તેના કામ પણ અલગ અલગ હોય છે. આ વ્યક્તિની યોગ્ય રીતે તપાસ કરાવવી જોઈએ. પરંતુ નાકથી સંભળાય તે વાત શક્ય જ નથી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More