Home> India
Advertisement
Prev
Next

‘ક્યારેક આઇએસમાં સામેલ થવા માટે ઇરાક જવાનો હતો આ શખ્સ, હવે કરી રહ્યો છે આ કામ’

એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તે એકલો એવો વ્યક્તિ નથી. મહારાષ્ટ્રમાં ઘણા યુવકો ખાસ કરીને પછાત વિસ્તારના યુવકો આઇએસના જાળમાં ફસાઇ ગયા છે, પરંતુ હવે તે રોજગાર તાલિમ કાર્યક્રમની મદદથી સામાન્ય જીંદગી જીવી રહ્યાં છે.

‘ક્યારેક આઇએસમાં સામેલ થવા માટે ઇરાક જવાનો હતો આ શખ્સ, હવે કરી રહ્યો છે આ કામ’

મુંબઇ: ઝમીલ અંસારી (બદલાયેલું નામ) મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મોબાઇલ ફોન રિપેરની દુકાન ચલાવે છે. કોઇ પણ અહીં અંદાજો લગાવી શકે નહી કે માત્ર બે વર્ષ પહેલા તે હજારો કિલોમીટર દુર ઇરાક જઇને ખુંખાર આતંકવાદી સંગઠન આઇએસમાં સામેલ થવાનો હતો. ભલું થાય મહારાષ્ટ્ર આતંકવાદી વિરોધી મિત્ર (એટીએસ)નું, જેણે અંસારીનું મન બદલ્યું અને તેને રોજગાર તાલીમ કાર્યક્રમમાં સામેલ કર્યો. ત્યારે ઇરાક અને સીરિયાના આઇએસની ઓલનલાઇ ભરતીના જાળમાં ફસાઇ ગયો હતો જેમણે તેને લગભગ કટ્ટરપંથી બનાવી દીધો હતો.

fallbacks

વધુમાં વાંચો: ચંદ્રબાબૂ પર PMનો પ્રહાર, કહ્યું- ‘તમે સિનિયર છો ચૂંટણી હારવામાં, અમે નથી’

એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તે એકલો એવો વ્યક્તિ નથી. મહારાષ્ટ્રમાં ઘણા યુવકો ખાસ કરીને પછાત વિસ્તારના યુવકો આઇએસના જાળમાં ફસાઇ ગયા છે, પરંતુ હવે તે રોજગાર તાલિમ કાર્યક્રમની મદદથી સામાન્ય જીંદગી જીવી રહ્યાં છે. 35 વર્ષના ગ્રૅજ્યુએટ અંસારી 2016માં સેલ્સમેનની નોકરી જતી રહી હતી અને તે ઘણો સમય ઓનલાઇન રહેતો હતો. જ્યાં તે આઇએસના કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો અને જલ્દી જ કટ્ટર બની ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે, તની ઓનલાઇન ગતિવિધીઓઓ તેને તપાસના ક્ષેત્રમાં લઇને આવી હતી. એટીએસના અધિકારીઓએ લાગ્યું કે અંસારી આઇએસના પ્રચારમાં ફસાઇ ગયો છે અને ત્યારબાદ તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

વધુમાં વાંચો: યૂપી-ઉત્તરાખંડમાં ઝેરી દારૂથી 88 લોકોના મોત, દરોડાનો દોર શરૂ

અધિકારીએ જણાવ્યું કે એટીએસ ધાર્મિક નેતાઓ અને મોલવિઓની મદદથી એવા લોકોને ફરીથી મુખ્યધારામાં લાવવા માટે એક કાર્યક્રમ ચલાવે છે જેમાં તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે. મરાઠાવાડામાં એટીએસે ગત 2 વર્ષમાં એવા 400 લોકોની ઓળખ કરી છે જેમના પર આઇએસનો પ્રભાવ હોવાની શંકા હતી. અધિકારીએ જણાવ્યું કે જ્યારે કોઇ વ્યક્તિને કટ્ટરપંથી બનાવી દેવામાં આવે છે તો પછી તેને આઇઇડી અથવા અન્ય હથિયાર બનાવવાનું શીખવાડવામાં આવે છે. કેટલાક તો ઇરાકમાં આઇએસમાં સામેલ થવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે એટીએસે ગત મહિને ઓરંગાબાદ અને ઠાણે જિલ્લાથી રાસાયણિક હુમલો કરવાના આરોપમાં 9 લોકોની ધરપકડ કરી હતી.

વધુમાં વાંચો: J&K: કુલગામમાં 4 આંતકવાદીઓ છૂપાયા હોવાની આશંકા, સુરક્ષા દળ સાથે શૂટઆઉટ શરૂ

એટીએસ પ્રમુખ અતુલચંદ્રા કુલકર્ણી જણાવ્યું કે તેમણે અનુભવ થયો કે મુસ્લિમ સમુદાયના આવા લોકો માટે મુખ્ય સમસ્યા બેરોજગારી છે. જેનાથી તેઓ ઓનલાઇન કટ્ટરપંથી બની જાય છે અને આઇએસના જાળમાં ફસાઇ રહ્યાં છે. કુલકર્ણીએ કહ્યું કે, મોટો પડકાર એવા લોકોના જીવનને ફરીથી પાટા પર લાવવાનું હોય છે અને અમે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહેલા ગ્રામીણ સ્વ રોજગાર તાલીમ સંસ્થામાં તેનું સમાધાન મેળવ્યું હતું. એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગત વર્ષ આ સંસ્થાઓમાં આવા 239 લોકોને તાલીમ આપવામાં આવી હતી. 30 લોકોને તાલીમ આપ્યા બાદ તેમને પોતાનો ધંધો શરૂ કરવા માટે બેંકથી લોન પણ મળી હતી.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More