Home> India
Advertisement
Prev
Next

8 માર્ચના રોજ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત: PM મોદી

સોશિયલ મીડિયા છોડવાની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વિટ કરી કહ્યું કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવાર પર તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત હશે. પીએમ મોદીએ કહ્યું કે આઠ માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ તે મહિલાઓને સમર્પિત હશે.

8 માર્ચના રોજ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત: PM મોદી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા છોડવાની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વિટ કરી કહ્યું કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવાર પર તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત હશે. પીએમ મોદીએ કહ્યું કે આઠ માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ તે મહિલાઓને સમર્પિત હશે જેમનું જીવન અને કાર્ય આપણને પ્રેરિત કરે છે. તે મહિલાઓની કહાનીઓ લાખો લોકોને પ્રેરણા આપશે. શું તમે પણ આ પ્રકારની મહિલા છો અથવા તમે આ પ્રકારની પ્રેરણાદાયક મહિલાઓને ઓળખો છો? તમે પોતાની સ્ટોરીઝ #SheInspiresUs પર શેર કરી શકો છો. આ ટ્વિટ ફક્ત અડધા કલાકની અંદર #SheInspiresUs ટોપ ટ્વિટર ટ્રેન્ડ બની ગઇ. 

fallbacks

આ પહેલાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ટ્વિટ કર્યું કે તે પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનું વિચારી રહ્યા છે. તેમણે પોતાના પર્સનલ ટ્વિટર હેન્ડલ પરથી તેની જાણકારી આપી છે. પીએમ મોદીએ સોમવારે સાંજે ટ્વિટ કર્યું. આ રવિવારે, હું વિચારી રહ્યો છું કે ફેસબુક, ટ્વિટર, ઇન્ટાગ્રામ અને યૂટ્યૂબના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડી દઇશ. તમને બધાને તેની જાણકારી આપતો રહીશ. 

ટ્વિટર, ફેસબુક છોડીને સ્વદેશી સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરશે PM મોદી, જાણકારોએ જણાવ્યું કારણ
હવે સૂત્રોના હવાલેથી સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદી ફેસબુક, ટ્વિટર, ઇંસ્ટાગ્રામ અને યૂટ્યૂબ જેવી સોશિયલ સાઇટ્સને છોડીને સ્વદેશી એપનો ઉપયોગ કરશે. 

પીએમ મોદી સતત સ્વદેશી અને મેક ઇન ઇન્ડીયા (Make In India)ની વાત કરીએ છીએ. એવામાં સૂત્રોનું માનવું છે કે હાલ પીએમ દેશની જનતા સાથે પોતાના વિચારો શેર કરવા માટે ફક્ત નમો એપ (Namo App) પર રહેશે. સૂત્રોનું એ પણ કહેવું છે કે નમો એપની માફક દેશમાં બીજી એક સોશિયલ મીડિયા એપ બનાવવામાં આવી છે. જે હાલ ટ્રાયલમાં છે. આ સંપૂર્ણપણે સ્વદેશી હશે. 

જાણકારોનું માનવું છે કે આજના સમયમાં જે પ્રકારે ફેક ન્યૂઝ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થઇ રહ્યો છે તેને જોતાં પીએમએ આ પ્લેટફોર્મથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. તેની પાછળ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનો હેતુ હોઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More