નવી દિલ્હીઃ રાજ્યસભામાં આ વર્ષના અંત સુધી 69 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે. જે સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થશે, તેમાંથી 18 સાંસદો (ભારતીય જનતા પાર્ટી)ના અને 17 કોંગ્રેસના છે. તો ચાર સીટ પહેલાથી ખાલી છે. આ વર્ષે રાજ્યસભાની કુલ 73 સીટો પર ચૂંટણી યોજાશે. તેવામાં તે જાણવું રસપ્રદ રહેશે કે રાજ્યસભામાં ભાજપની સ્થિતિ કેવી રહેશે.
સમાચાર એજન્સી આઈએએનએસ પ્રમાણે વર્ષ-2020માં માત્ર યૂપીની 10 સીટો ખાલી થશે. રાજ્યમાં ભાજપની સરકાર છે, તેથી મોટા ભાગની સીટો તેના ખાતામાં જશે. અહીં સૌથી વધુ નુકસાન સમાજવાદી પાર્ટીને થશે.
રાજ્યોનું અંકગણિત ભાજપની વિરુદ્ધ
તેમ છતાં પણ ભાજપ માટે સ્થિતિ સારી થવાની નથી. હાલમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની સીધી અસર રાજ્યસભાની ચૂંટણી પર થશે. કારણ કે રાજ્યોનું અંકગણિત ભાજપની વિરુદ્ધ જઈ રહ્યું છે. આંકડાથી સ્પષ્ટ છે કે ભાજપ પોતાના સભ્યોની સંખ્યામાં વધારો કરી શકશે નહીં, જેથી રાજ્યસભામાં તે બહુમતથી દૂર રહેશે.
તો કોંગ્રેસ માટે રાજ્યસભાની સ્થિતિ સારી થશે કારણ કે તેની અને તેના સહયોગી પક્ષોના સભ્યોની સંખ્યા આ વખતે વધવાની છે. સ્પષ્ટ છે કે 2018 અને 2019માં ભાજપે કેટલાક રાજ્યોમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે, તેવામાં તેની અસર રાજ્યસભાની ચૂંટણી પર થશે.
VIDEO: એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મારામારી, દરવાજો તોડવાની ધમકી, DGCAએ કહ્યું- કાર્યવાહી કરો
કોંગ્રેસની સ્થિતિમાં થશે સુધાર
બીજીતરફ, કોંગ્રેસ અને તેના સહયોગી દળોની સ્થિતિ 245 સભ્યોની રાજ્યસભામાં સુધરશે. હાલ રાજ્યસભામાં ભાજપના 83 અને કોંગ્રેસના 46 સાંસદ છે. સમીકરણ પ્રમાણે રાજ્યસભામાં ભાજપની સંખ્યા 83 આસપાસ બની રહેશે અને ગૃહમાં બહુમતની તેની આશા હાલ પૂર્ણ થઈ શકશે નહીં.
આ વર્ષે રાજ્યસભામાંથી ઘણા દિગ્ગજોનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. તેમાં કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી, રામદાસ આઠવલે, દિલ્હી ભાજપના નેતા વિજય ગોયલ સામેલ છે. કોંગ્રેસના દિગ્વિજય સિંહ અને એનસીપી અધ્યક્ષ શરદ પવારનો પણ કાર્યકાળ આ વર્ષે પૂર્ણ થઈ રહ્યો છે.
મહત્વનું છે કે, રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા 250 હોય છે, જેમાંથી 12 સભ્યોને ભારતના રાષ્ટ્રપતિ નોમિનેટ કરે છે. જ્યારે 238 રાજ્યો અને સંઘ-રાજ્ય ક્ષેત્રો દ્વારા ચૂંટાયેલા સભ્યો હોય છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે