ઝી મીડિયા/બ્યૂરો :મહારાષ્ટ્રના મુંબઈમાં સ્થિત હોટલ તાજને ફોન પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેના બાદ હડકંપ મચી ગયો છે. કહેવામાં આવ્યું છે કે, આ કોલ કથિત રીતે પાકિસ્તાનથી આવ્યો છે. તેની તપાસમાં હાલ મુંબઈ પોલીસ લાગી ગઈ છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈના તાજ હોટલ પર આતંકી હુમલાની ધમકી આવી છે. ફોન પર ધમકી મળ્યા બાદ પોલીસે તાજ હોટલની સુરક્ષા વધારી દીધી છે. સાથે જ હોટલમાં આવનારા ગેસ્ટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. હોટલ તાજની આસપાસ દક્ષિણ મુંબઈમાં પોલીસે નાકાબંધી વધારી દીધી છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ વધારી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2008માં 26 નવેમ્બરના રોજ મુંબઈમાં તાજ હોટલ પર આતંકી હુમલો થઈ ચૂક્યો છે. આ આતંકી હુમલામાં 166 તી વધુ લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. હોટલ તાજ પર આ હુમલાએ ભારત અને પાકિસ્તાનને યુદ્ધ કરવા સુધીના કગાર પર ઉભા રાખી દીધા હતા.
મુંબઈ હુમલામાં આતંકી અજમલ કસાબે જીવતો પકડાવી લેવાયો હતો. જેના બાદ તપાસ એજન્સીઓએ પૂછપરથમાં માલૂમ પડ્યું હતું કે, હોટલ તાજ પર થયેલા આતંકી હુમલાની પાછળ પાકિસ્તાનથી ઓપરેટ થનાર આતંકી સંગઠનોનો હાથ હતો. જેના બાદ અજમલ કસાબને 21 સપ્ટેમ્બર, 2012ના રોજ ફાંસી લગાવાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે