Home> India
Advertisement
Prev
Next

Naxal attack: ઓડિશા-છત્તીસગઢ સરહદ પર નક્સલી હુમલો, CRPFના ત્રણ જવાન શહીદ

છત્તીસગઢ-ઓડિશા સરહદ પર મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં ત્રણ સીઆરપીએફના જવાન શહીદ થયા છે. 

Naxal attack: ઓડિશા-છત્તીસગઢ સરહદ પર નક્સલી હુમલો, CRPFના ત્રણ જવાન શહીદ

રાયપુરઃ છત્તીસગઢ-ઓડિશા સરહદ પર નૌપાડામાં નક્સલી હુમલો થયો છે. મંગળવારે બપોરે આશરે ત્રણ કલાકે સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટી પર નક્સલી હુમલો થયો છે, જેમાં ત્રણ જવાન શહીદ થયા છે. હુમલો સીઆરપીએફની 19 બટાલિયનની આરઓપી પાર્ટી પર કરવામાં આવ્યો છે. આ હુમલામાં અન્ય કોઈ જવાન ઈજાગ્રસ્ત થયા નથી. રાજ્ય સરકારે ત્રણેય શહીદ જવાનોના પરિવારજનોને 20-20 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. 

fallbacks

જાણકારી પ્રમાણે જવાન બોડેન પોલીસ સ્ટેશન વિસ્તારના ભૈંસદાનીના  જંગલમાં રોડ ઓપનિંગ પાર્ટીમાં તૈનાત હતા. બપોરે આશરે ત્રણ કલાકે નક્સલીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોને કોઈ જવાબ આપવાની તક મળી નહીં. હુમલામાં એસઆઈ શિશુપાલ સિંહ, એએસઆઈ શિવલાલ તથા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહનું ફાયરિંગમાં ઘટનાસ્થળ પર મોત થયા હતા. 

ત્યારબાદ અન્ય જવાનોએ મોર્ચો સંભાળ્યો હતો અને નક્સલીઓને ભગાડ્યા હતા. ફોર્સે નક્સલીઓનો પીછો પણ કર્યો હતો. જે વિસ્તારમાં અથડામણ થઈ, જે ખુબ દુર્ગમ માનવામાં આવે છે. 

મૃતક જવાનોમાં સામેલ શિશુપાલ સિંહ લાલગઢી અગરાના, પોસ્ટ સિકન્દરારાઉ જિલ્લો અલીગઢ ઉત્તર પ્રદેશમાં રહેતા હતા. એએસઆઈ શિશુપાલ છત્તીસગઢના મનેન્દ્રગઢ અને ધર્મેન્દ્ર સિંગ ગ્રામ સરાયા પોસ્ટ દનવાર જિલ્લા રોહતાસના નિવાસી હતી. 

સવારે શિસ્ત બાબતે જ્ઞાન આપ્યું અને સાંજે પોલીસ જવાનો પર થૂંક્યા મહિલા કોંગ્રેસ પ્રમુખ

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More