Home> India
Advertisement
Prev
Next

TikTok સ્ટારને પોતાની 16 વર્ષની 'ફેન' સાથે થયો પ્રેમ, છોકરીએ નકાર્યો લગ્ન પ્રસ્તાવ તો કરી આત્મહત્યા

પેશાવર (peshawar) ના એક પાકિસ્તાની ટિકટોક સ્ટારે આત્મહત્યા (suicide) કરી લીધી છે. તેનું નામ શહજાદ અહમદ (shahzad ahmad) છે. તે 20 વર્ષનો હતો. શહજાદે પોતાની કોઇ મહિલા પ્રશંસકને લગ્ન માટે પ્રસ્તાવ મોકલ્યો હતો.

TikTok સ્ટારને પોતાની 16 વર્ષની 'ફેન' સાથે થયો પ્રેમ, છોકરીએ નકાર્યો લગ્ન પ્રસ્તાવ તો કરી આત્મહત્યા

નવી દિલ્હી: પેશાવર (peshawar) ના એક પાકિસ્તાની ટિકટોક સ્ટારે આત્મહત્યા (suicide) કરી લીધી છે. તેનું નામ શહજાદ અહમદ (shahzad ahmad) છે. તે 20 વર્ષનો હતો. શહજાદે પોતાની કોઇ મહિલા પ્રશંસકને લગ્ન માટે પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને નકારી કાઢવામાં આવતાં તેણે આ પગલું ભર્યું હતું. મીડિયા રિપોર્ટમાં તેની જાણકારી આપવામાં આવી છે. 

fallbacks

ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનએ ગુરૂવારે જણાવ્યું કે ટિકટોક પર શહજાદ (shahzad ahmad) ના ફોલોઅર્સની સંક્યા દસ લાખ કરતાં પણ વધુ હતી. તે પહેલાં પણ પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કરી ચૂક્યો છે, પરંતુ તેને બચાવી લેવામાં આવ્યો હતો. 

શહજાદ (shahzad ahmad) ના ભાઇ સજ્જાતે પોતાની ફરિયાદમાં કહ્યું કે 'શહજાદને એક છોકરી સાથે પ્રેમ હતો, પરંતુ તેના પિતાએ વારંવાર મોકલેલા લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો, જેના લીધે શહજાદ ખૂબ પરેશાન થઇ ગયો હતો અને આખરે તેણે આત્મહત્યા કરી લીધી. 

AC, Cooler અને પંખાના ભાવ વધારવાની તૈયારી, અત્યારે શોપિંગ કરશો તો થશે ફાયદો

શહજાદના એક મિત્રએ ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનને જણાવ્યું 'બે વર્ષ પહેલાં એક છોકરીએ પોતાને શહાજાદના ફેન ગણાવતાં તેણે સંપર્ક કર્યો હતો. ધીમે ધીમે મિત્રતાનો આ સંબંધ પ્રેમમાં બદલાય ગયો. પરંતુ છોકરી માત્ર 16 વર્ષની છે અને સ્કૂલમાં ભણે છે. શહજાદે છોકરીને પ્રપોઝ પણ કર્યું હતું, પરંતુ છોકરીની ઉંમર ઓછી થવાના લીધે તેને ના પાડી દીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More