નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (coronavirus)ના દર્દીઓની સંખ્યા ઝડપથી વધતી જાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health & Family Welfare) ના સંયુક્ત સચિવ લવ અગ્રવાલમાં દેશમાં કોરોનાની સ્થિતિ પર જાણકારી આપી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અત્યાર સુધી 979 કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં કોરોનાના સંક્રમણથી 6 લોકોના મોત થયા છે. વિદેશથી માસ્ક અને વેન્ટિલેટર મંગાવવાનો પ્રયત્ન ચાલુ છે.
અગ્રવાલે જણાવ્યું કે ગત 24 કલકામાં 106 નવા કે સામે આવ્યા છે. અત્યારે રાજ્યો સાથે વાત કરવામાં આવી છે કે કોરોનાના દર્દી બીજા દરદીથી અંતર રાખે. વેન્ટિલેટર અને માસ્ક મેન્યુફેક્ચરિંગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. કેબિનેટ સેક્રેટરીએ પણ રાજ્યો સાથે બેઠક કરી હતી. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. '' તેમણે આગળ જણાવ્યું કે ''આજે 10 શસશ્ક્ત સમૂહ બનાવવામાં આવ્યા છે. આ ગ્રુપનું ફોકસ ઇમરજન્સી બેડ્સ, મેડિકલ ઇક્વિપમેંટ્સ, હેલ્થ સ્ટોક પર છે.''
ICMRના ડો. ગંગાખેડકરે જણાવ્યું કે ''આજે લગભગ 35 હજાર ટેસ્ટ થયા. લેબની સંખ્યા વધારવામાં આવી છે. ICMRની 113 લેબ છે. 47 ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.''
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે