નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ જે પ્રકારે પાકિસ્તાનમાં 80 કિમી અંદર ઘુસી જઈને વહેલી પરોઢે હુમલાને અંજામ આપ્યો તેના માટે સંપૂર્ણ પ્લાનિંગ કરાયું હતું અને જો પાકિસ્તાન વળતો જવાબ આપે તો તેનો સામનો કરવાની પણ ભારતીય સેનાએ સંપૂર્ણ તૈયારી કરીને રાખી હતી. આ માટે હુમલો કરવા ગયેલા 12 મિરાજ-2000 વિમાન ઉપરાંત સુખોઈ-30 યુદ્ધ વિમાન, હવામાં જ ઈંધણ ભરી આપે તેવું એક વિમાન અને એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ ધરાવતા બે વિમાન પણ ટીમની સાથે હવામાં ઉડતા રહ્યા હતા અને હુમલો કરવા ગયેલી ટીમને સંપૂર્ણ મદદ પૂરી પાડી હતી.
સરકારી સૂત્રએ જણાવ્યું કે, "રાષ્ટ્રુય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ભારતીય વાયુસેનાના વડા બીએસ ધનોઆએ 25 ફેબ્રુઆરીની આખી રાત અને 26 ફેબ્રુઆરીની સવાર સુધી સમગ્ર ઓપરેશન પરનજર રાખી હતી. પાકિસ્તાનના ખયબર પખ્તુવામાં હુમલો કરવા ગયેલા 12 મીરાજ વિમાનની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી હતી. કારણ કે, ભારતીય વિમાન પાકિસ્તાનની સરહદની 70 થી 80 કિમી અંદર સુધી પ્રવેશવાના હતા. 12 મીરાજ વિમાનને કટોકટીમાં સપોર્ટ આપવા માટે સુખોઈ-30 વિમાનને પણ હલવારા અને બરેલી એરબેઝ પરથી રવાના કરાયા હતા. વાયુસેનાના વડામથકમાં આવેલા એરફોર્સ વોર રૂમમાં બેસીને સમગ્ર હુમલા પર નજર રાખવામાં આવી હતી."
સૂત્રએ જણાવ્યું કે, ડિરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન્સ એર માર્શલ અમિત દેવ અને તેમની ટીમે ભારતીય વાયુસેનાના વડા મથક ખાતે આવેલા વોર રૂમમાંથી આ સમગ્ર હુમલાને અંજામ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય વાયુસેનાએ આવો જ હુમલો વર્ષ 2002માં એલઓસી પર આવેલા કેલ સેક્ટરમાં કર્યો હતો.
પીએમ મોદીએ આખી રાત જાગીને જૈશના શિબિરો પર હવાઈ હુમલા પર નજર રાખી હતીઃ સૂત્ર
જાણો સમગ્ર હુમલાનો ઘટનાક્રમ
સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય વાયુસેનાને કરેલો આ હવાઈ હુમલો સૌથી સફળ કો-ઓર્ડિનેશન ધરાવતો હુમલો હતો, કેમ કે તેમાં જે લક્ષ્ય છે તે પહેલાથી જ ચિન્હિત કરી દેવાયા હતા અને દુશ્મન ઠેકાણાનો સફાયો કરવાનું એકમાત્ર લક્ષ્ય વાયુસેના પાસે હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે