Home> India
Advertisement
Prev
Next

West Bengal Election: મમતા બેનર્જીને મોટો ઝટકો, 3 ધારાસભ્ય સહિત 5 નેતા ભાજપમાં સામેલ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ અને કિસાનોના આંદોલનને જોતા ગૃહમંત્રી અમિત શાહનો મહત્વના સમયે સ્થગિત થઈ ગયો હતો. પરંતુ હવે શાહે દિલ્હીમાં બેસીને પણ મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો છે. 

West Bengal Election: મમતા બેનર્જીને મોટો ઝટકો, 3 ધારાસભ્ય સહિત 5 નેતા ભાજપમાં સામેલ

કોલકત્તાઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) નો પશ્ચિમ બંગાળ (West Bengal) નો પ્રવાસ ભલે રદ્દ થઈ ગયો હોય, પરંતુ દિલ્હીમાં બેસીને ચાલેલા તેમના દાવે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Chief Minister Mamata Banerjee) ને એકવાર ફરી મોટો ઝટકો આપી દીધો છે. કોલકત્તાથી વિશેષ ફ્લાઇટથી દિલ્હી પહોંચેલા તૃણમૂલના ત્રણ બળવાખોર ધારાસભ્યો સહિત પાંચ નેતા ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. 

fallbacks

જાણવા મળી રહ્યું છે કે રવિવારે હાવડામાં થનારી સ્મૃતિ ઈરાની (Smriti irani) ની રેલીમાં પાંચેય નેતા ભાજપનો મંચ શેર કરશે. હકીકતમાં ગૃહમંત્રી અમિત શાહ 30 અને 31 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળ (west bengal) નો પ્રવાસ કરવાના હતા. આ દરમિયાન ટીએમસી સરકારમાં મંત્રી પદેથી રાજીનામુ આપનાર રાજીવ બેનર્જી સહિત પાંચ નેતાઓનો ભાજપમાં સામેલ થવાનો કાર્યક્રમ હતો. પરંતુ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ અને કિસાનોના આંદોલનને જોતા અમિત શાહે આ પ્રવાસ રદ્દ કરી દીધો હતો. છતાં તૃણમૂલના બાળવાખોર નેતાઓના સામેલ થવા પર કોઈ અસર પડી નહીં.

વિશેષ પ્લેનથી દિલ્હી પહોંચ્યા હતા
પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય તૃણમૂલ કોંગ્રેસના પાંચેય નેતા કોલકત્તાથી સાંજે ચાર કલાકે વિશેષ ફ્લાઇટ લઈને દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ બધા નેતા અમિત શાહના ઘરે પહોંચ્યા અને ભાજપમાં સામેલ થઈ ગયા. આ નેતાઓમાં મમતા સરકારમાં મંત્રી પદેથી રાજીનામું આપનાર ધારાસભ્ય રાજીવ બેનર્જી, પ્રબીર ઘોષાણ અને વૈશાલી ડાલમિયા મુખ્ય છે. તો હાવડાના પૂર્વ મેયર રથીન ચક્રવર્તી અને પાર્થાસારથી પણ ભાજપમાં સામેલ થયા છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More